• Gujarati News
  • વાપીનીકેટલીક કંપનીઓને જીપીસીબીઅે બ્લેક લિસ્ટેડ કરી છે. કંપનીઓ પ્રોડક્શન

વાપીનીકેટલીક કંપનીઓને જીપીસીબીઅે બ્લેક લિસ્ટેડ કરી છે. કંપનીઓ પ્રોડક્શન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપીનીકેટલીક કંપનીઓને જીપીસીબીઅે બ્લેક લિસ્ટેડ કરી છે. કંપનીઓ પ્રોડક્શન દરમિયાન થતાં પ્રદૂષણ અટકાવવામાં કેટલાક સમયથી નિષ્ફળ નિવડી રહી છે. કંપનીઓમાંથી નિકળતા પાણીના શુદ્ધિકરણ માં તેઓ રસ દાખવતાં નથી. કારણોસર સીઇટીપીનું રિઝલ્ટ પણ અાવી શકતું નથી. આવી કેમિકલ અને પેસ્ટિસાઇડ કંપનીઓને જીપીસીબીએ અલ્ટિમેટમ આપ્યું છે. જીપીસીબીએ તેમને સીઓડીનું પ્રમાણ ૨૫૦ જેટલું જાળવવા સૂચન કર્યું છે.

સીઇટીપીના આઉટલેટમાં નિકળતા પાણીના પ્રદુષણના પ્રમાણને લઇ અનેક ચર્ચાઓ ચાલી રહી છે. પાણી અત્યંત દુર્ગંધ વાળું તેમજ તેમાં સીઓડીનું પ્રમાણ ૨૫૦થી વધુ આવતું હોવાનું સતત જોવા મળ્યું છે. વીઆઇએ કે વાપી વેસ્ટ મેનેજમેન્ટ કેટલા પણ દાવા કરે પરંતુ વાપીની કંપનીઓના પાણી શુદ્ધિકરણ કરતા કોમન ઇફલુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ પોતાનું કાર્ય કરવામાં નિષ્ફળ નિવડ્યો છે. જેના કારણે વાપીને ફરીથી ક્રિટિકલ પોલ્યુટેડ એરિયાની યાદીમાં મુકી દેવાયું હતું. તેમ છતાં પાણી પ્રદૂષણમાં કોઇ મોટો ફેર પડ્યો હોવાના કારણે હવે પ્રદૂષણમાં ઘટાડો કરતી કંપનીઓ પર તવાઇ આવી ગઇ છે. જો, વાપીની કંપનીઓ પ્રદૂષણમાં ઘટાડો કરી સીઇટીપીના આઉટપુટમાં પ્રદૂષણ ઘટાડો કરે તો વાપી ક્રિટિકલ પોલ્યુટેડ એરિયાની યાદીમાંથી ફરીથી બહાર આવી શકે એમ છે.

પ્રદૂષણ ઘટાડે તો વાપી િક્રટિકલમાંથી નિકળે

સૂચન|કંપનીઓ પ્રદૂષણ નિવારણની ટેકનોલોજી લગાવવા નથી માગતી