• Gujarati News
  • શૈક્ષણિક પ્રવાસનું આયોજન

શૈક્ષણિક પ્રવાસનું આયોજન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શૈક્ષણિક પ્રવાસનું આયોજન

વાપી |સ્વ. ભગવાનજી ડાહ્યાભાઈ દેસાઈ હાઈસ્કૂલ વટારમાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરાયું હતું. પ્રવાસનું આયોજન શાળાના ટ્રસ્ટી ડો. નાનુભાઈ પટેલ તથા રણજીતભાઈ દેસાઈએ કર્યુ હતું. બાળકોને વિજ્ઞાનથી પરિચિત કરાવવા માટે ધરમપુર સાયન્સ સેન્ટરમાં નક્ષત્રાલયનો શો તથા 3ડી ફિલ્મ બતાવવામાં આવી હતી. સાયન્સ ડાયરેક્ટર રાયગોંકરે બાળકોને વિજ્ઞાન પ્રત્યેક મનુષ્યનો અભિન્ન અંગ હોવાનું જણાવી સારા માણસ બનવાની શુભેચ્છા પાઠવી હતી ત્યારબાદ સાપુતારા, ઉનાઈનો પ્રવાસ પણ કરાવ્યો હતો.