• Gujarati News
  • બે વર્ષથી પતિથી અલગ રહેતી મહિલાનો આપઘાત

બે વર્ષથી પતિથી અલગ રહેતી મહિલાનો આપઘાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપીનાછીરી સ્થિત રણછોડ નગરમાં આવેલા સાંઈ દીપ અપાર્ટમેન્ટના ત્રીજા માળે ફલેટ નં 304 જે કંચનબેન પટેલની માલિકી નો છે એમાં ભાડૂત તરીકે ઉડીસાના જગન્નાથ બારીક અને એમના પત્ની પુષ્પાબેન ઉર્ફે લતા વારિક (26)રહેતા હતા. જગન્નાથ બારીક બે વર્ષથી તેમની દોઢ વર્ષની છોકરીને લઇ વતન ચાલી ગયો હતો. પુષ્પાબેન બારિક જીઆઇડીસીમાં આવેલી ટેક્સટાઈલ કંપનીમાં નોકરી કરીને જીવન ગુજરાતી હતી. મંગળવારની રાતે તેમણે કોઈ અગમ્ય કારણસર ફલેટમાં પંખા જોડે ઓઢણી બાંધીને ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવની જાણ સબંધીઓને થતા તેમણે ગામના સરપંચને જાણ કરતા ડુંગરા પોલીસને જાણ કરી હતી.





ડુંગરા પોલીસે જરૂરી કાર્યવાહી કરી લાશને પીએમ માટે મોકલી આપી હતી. પતિ તથા પરિવારજનોને સંપર્ક કવાનો પોલીસ પ્રયાસ કરી રહી છે. ડુંગરા પોલીસે આકસ્મિક મોતની ફરિયાદ લઇ વધુ તપાસ હાથ ધરી છે.