• Gujarati News
  • વાપીથી મહારાષ્ટ્રમાં ગેરકાયદે ગુટખા ઘુસાડવાનું નેટવર્ક ઝડપાયું

વાપીથી મહારાષ્ટ્રમાં ગેરકાયદે ગુટખા ઘુસાડવાનું નેટવર્ક ઝડપાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહારાષ્ટ્ર અને ગુજરાત રાજયમાં ગુટખા ઉપર પ્રતિબંધ હોવા છતાં સાદી ગુટખાની સાથે અલગથી તમાકુવાળી ગુટખાનું મોટા પ્રમાણમાં વેચાણ થઇ રાું છે. એલીસીબીની ટીમે શુક્રવારે મળસ્કે વાપી સેકન્ડ ફેઝ જીઆઇડીસીમાંથી આવેલા મહારાષ્ટ્રમાં ગેરકાયદે ગુટખા સપ્લાયનું મોટું રેકેટ ઝડપી પાડયું હતું. પોલીસે ગુટખાના એક હજારથી વધુ પેકેટ જેની કમિંત રૂપિયા ૨૧ લાખ ૭૬ હજાર સાથે એક આયશર ટેમ્પો ઝડપી પાડયો હતો. પોલીસે મુંબઇમાં ગેર કાયદે ગુટખા સપ્લાયમાં સંડોવાયેલા ત્રણ આરોપીની ધરપકડ કરીને વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જિલ્લા એલસીબી ટીમના પીઆઇ વી.બી. બારડ અને તેમની ટીમે શુક્રવારે મળેલી બાતમીના આધારે વાપી જીઆઇડીસી સેકન્ડ ફેઝ વિસ્તારમાં આવેલી શ્રીરામ પેકેિંજગ નામક ટ્રાન્સપોટર્ના ગોડાઉનમાં રેઇડ કરી હતી. ગોડાઉનમાં અને મહારાષ્ટ્ર પાર્સિગના ટેમ્પો નંબર એમએચ૦૪-સીયુ-૫૪૨૨માંથી મોટા પ્રમાણમાં અલગ અલગ બ્રાન્ડની ગુટખા અને તમાકુનો જથ્થો મળી આવ્યો હતો. ટેમ્પાની સાથે જ શ્રીરામ પેકેિંજગના ગોડાઉનમાંથી પણ મોટા પ્રમાણમાં ગુટખા મળી આવ્યા હતા.
પોલીસ ૧૦ કોથળામાં ભરેલો ૪૦ કાટર્ુન ગુટખા અને તમાકુનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે ૨૧ લાખ ૭૬ હજાર ૮૦૦ રૂપિયાના ગુટખા તથા ત્રણ લાખનો ટેમ્પો મળી ૨૪ લાખથી વધુના મુદ્દમાલ કબજે લઇને ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે દિલીપસિંગ ગોપાળસિંગ જાડેજા રહે. ૩૦૭, શ્રીનાથજી પાર્ક, ચણોદ, વિશાલ જગદીશ ઠક્કર રહે.૫૦૪-અંંજટા એપાટર્મેન્ટ, નહેરૂ સ્ટ્રીટ-વાપી ટાઉન તથા મહારાષ્ટ્રના વસઇ ખાતે રહેતા સંજય મુન્નાીલાલ યાદવની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.






આ અંંગે એલસીબીએ ઉધોગ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને આરોપી કેટલા સમથી આ આ રીતે ગુટખાનું સપ્લાય કરી રાા હતા તથા આ જથ્થો કેવી રીતે મેળવી કયા મોકલાતો હતો તે અંંગે વધુ તપાસ હાથ ધરવા માટે આરોપીને કોટર્માં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
-------- બોકસ ---

પોલીસથી બચવા મહારાષ્ટ્ર પાર્સિગના વાહનનો ઉપયોગ
થોડા સમય અગાઉ મહારાષ્ટ્ર પોલીસે પણ લાખો રૂપિયા ગુટખા સાથે વાપીના એક ટ્રાન્સપોટર્રની ધરપકડ કરી હતી. ફરી એક વખત વાપીના શ્રીરામ પેકેિંજગના ગોડાઉનમાંથી ગેરકાયદે મહારાષ્ટ્રમાં ધુસાડાતો ૨૧ લાખથી વધુની કમિંતનો ગુટખા પોલીસને હાથ લાગ્યો છે. સુરતથી લઇને વડોદરા સુધી ગુટખા વાપીમાં લાવીને અહીં ગોડાઉનમાં સ