• Gujarati News
  • ભારત દેશને બચાવવો હશે તો ધર્મ બચાવો

ભારત દેશને બચાવવો હશે તો ધર્મ બચાવો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતનીમાનસિકતા કોઇની પાસે લેવાની નહીં, પરંતુ આપવાની છે. ભારતના લોકો જ્યારે પણ બહાર ગયા છે, ત્યારે શસ્ત્ર લઇને નહીં, પરંતુ શાસ્ત્રો લઇને ગયા છે. ભારતે અન્ય દેશને જીવવાનો માર્ગ દર્શાવ્યો છે. ભારતમાં આઝાદી પછી વિકાસ થયો છે, પરંતુ આપણા ધર્મને બચાવવો જરૂરી છે. એવું વીઆઇએ ઓડિટોરિયમમાં યોજાયેલા રાષ્ટ્ર નિર્માણમાં ઉદ્યોગપતિઓની ભૂમિકાના વ્યાખ્યાનમાં આરએસએસના રાષ્ટ્રીય સરસંચાલક સુરેશજી (ભૈયાજી) જોષીએ જણાવ્યું હતું.