• Gujarati News
  • જમીન મુદ્દે ખેરગામના યુવાનને માર મરાયો

જમીન મુદ્દે ખેરગામના યુવાનને માર મરાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરગામનજીક આવેલા મોગરાવાડી ગામે જમીનની જૂની અદાવતમાં મંગળવારના રોજ સવારે એક યુવાન સાથે ચાર જેટલી વ્યકિતઓએ ઝઘડો કરી તેને મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

ખેરગામ નજીક આવેલા મોગરાવાડી ખાતે ડી.પી.ફળિયામાં રહેતા બચુભાઇ નગીનભાઇ પટેલ મંગળવારે વહેલી સવારે પોતાના ખેતરમાં ચાર કાપવા માટે ગયા હતા.

દરમિયાન આજ ફળિયાના ગોવિંદભાઇ ખુશાલભાઇ ઢોડિયા પટેલ, છીબુ ખુશાલભાઇ ઢોડિયા પટેલ, પ્રકાશ ખુશાલભાઇ ઢોડિયા પટેલ તથા ગોવિંદભાઇ પટેલે બચુભાઇના ઘર આગળ આવી ત્યાં હાજર તેમના પુત્ર નિલેશ પટેલ સાથે બોલાચાલી કરી હતી. જે ઉગ્ર બનતા ચારેય ઇસમોએ નિલેશને ગાળો આપી ઢીક્કામુક્કીનો મારમારી જમીન પર પટકી દેતા તેને માથાના ભાગે ઇજા પહોંચી હતી. ઘટના અંગે નિલેશના પિતા બચુભાઇ નગીનભાઇ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.