• Gujarati News
  • વાપી નગરપાલિકામાં પાણીના મુદ્દે મહિલાઓનો મોરચો

વાપી નગરપાલિકામાં પાણીના મુદ્દે મહિલાઓનો મોરચો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપીનગરપાલિકામાં વોર્ડ નં. સાત સ્થિત ગીતા નગરની મહિલાઓએ પીવાનું પાણી નિયમિત આવતું હોવાના મુદે પાલિકામાં મોરચો કાઢી રજુઆત કરી હતી. મહિલાઓએ છેલ્લા ત્રણ-ચાર માસથી પાણીની સમસ્યા હોવાની રાવ કરી હતી. સાથે-સાથે ગીતા નગર વિસ્તારમાં બોરિંગમાં પાણીના સ્તર એકદમ નીચે જતાં હાલ પાણીની સમસ્યા વધુ વકરી હોવાનો બળાપો ઠાલવ્યો હતો.

વાપી નગરપાલિકામાં વોર્ડ નં-સાત સ્થિત ગીતા નગરના અમુક વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પાણી અનિયમિત હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ફરિયાદો વચ્ચે ગુરૂવારે મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થઇ વાપી નગરકપાલિકા ખાતે પહોંચી હતી. ગીતા નગરની મહિલાઓએ વાપી પાલિકાના પાણી પુરવઠા વિભાગને પીવાનું પાણી આવતું હોવા અંગે પોતાના રોષ વ્યકત કર્યો હતો. મહિલાઓએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે અગાઉ પણ પાણી નિયમિત આવતાં રજૂઆત કરી હતી,પરંતુ હજુ સુધી પાલિકા દ્વારા કોઇ પ્રયાસો કરાયા નથી. રજૂઆત છતાં સમસ્યા ઉકેલાતા મહિલાઓમાં રોષ છે. કારણ કે બોરિંગોમાં પણ પાણીનું સ્તર એકદમ નીચું ગયું છે.જેના કારણે હાલ મહિલાઓને ભારે અગવડતા પડી રહી છે.

થોડા દિવસોમાં પ્રશ્ર ઉકેલાઇ તો મહિલાઓ આંદોલન કરશે એવી ચિમકી આપી હતી.

વાપી ચલાવિસ્તારમાં પાલિકા દ્વારા ઓછા પ્રેશરથી પાણી આપવામાં આવતું હોવાની બૂમો મહિલાઓમાં ઉઠી છે. ચલા અને છરવાડા રોડ વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી આવતાં મહિલાઓમાં નારાજગી છે. લાંબા સમયથી ઓછા પ્રેશરથી પાણી મળી રહ્યું છે.