• Gujarati News
  • વાપીની ક્રિટિકલ પોલ્યુટેડ એરિયામાંથી બહાર નિકળવા પર અલ્પવિરામ લાગ્યું

વાપીની ક્રિટિકલ પોલ્યુટેડ એરિયામાંથી બહાર નિકળવા પર અલ્પવિરામ લાગ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપીનેસપ્ટેમ્બર ૨૦૧૩માં ફરીથી ક્રિટિકલ પોલ્યુટેડ એરિયાની યાદીમાં મુકાયા બાદ ભારે વિવાદ ઉઠ્યો હતો. ક્રિટિકલ પોલ્યુટેડ એરિયાની યાદીમાંથી બહાર નિકળવા માટેના અનેક પેરામિટર જાળવવામાં વાપીના ઉદ્યોગો નિષ્ફળ ગયા હોવાની બૂમરાણ ઉઠી હતી. ત્યારે ડિસેમ્બરથી જીપીસીબીએ એક પછી એક અનેક નાની મોટી કંપનીઓને ક્લોઝર આપી પેરામિટર જાળવવાની કોષિષ કરી હતી. ત્યાર બાદ તેમણે વાપીને ક્રિટિકલ પોલ્યુટેડ એરિયામાંથી બહાર કાઢવા સીપીસીબીને રજૂઆત કરી હતી. સાથે જીપીસીબીએ અંકલેશ્વર અને વટવા જીઆઇડીસી ને પણ ક્રિટિકલ પોલ્યુટેડ યાદીમાંથી બહાર કાઢવા રજૂઆત કરી હતી. પૈકી હાલ અંકલેશ્વરને સીપીસીબીએ ક્રિટિકલ પોલ્યુટેડ એરિયાની યાદીમાંથી બહાર કાઢવા ના પાડતાં હવે વાપીને પણ ક્રિટિકલ પોલ્યુટેડ એરિયાની યાદીમાંથી બહાર કઢાશે કે નહીં, તેના પર પ્રશ્નાર્થ ઉઠ્યો છે.

વાપીને ક્રિટિકલ પોલ્યુટેડમાં ફરીથી મુકાયું સમયે સીપીસીબીની ચકાસણી અને ગણતરી મુજબ વાપીનો સેપી ઇન્ડેક્ષ ૮૫ થી વધુ આવ્યો હતો. સેપી ઇન્ડેક્ષ ઘટાડવા તેમજ હવા, પાણી અને સોલિડ વેસ્ટનું પ્રદૂષણ ઘટાડવા વાપીના ઉદ્યોગો પર જીપીસીબીએ ડિસેમ્બરથી કાર્યવાહી શરૂ કરી અનેક કંપનીઅોને ક્લોઝર આપી હતી. સમયે વાપીને ક્રિટિકલ પોલ્યુટેડ એરિયાની યાદીમાંથી કાઢવા ફેર ચકાસણી કરવા જણાવ્યું હતુ. ફેર ચકાસણીમાં જીપીસીબીએ અને સીપીસીબીએ પોતાની રીતે હવા અને પાણીની ખાસ ચકાસણી કરી હતી. તેના આધારે તેમણે વાપીને ક્રિટિકલ પોલ્યુટેડ એરિયાની યાદીમાંથી કાઢવા રજૂઆત કરી હતી.

જીપીસીબીની સીપીસીબીને થયેલી રજૂઆત બાદ તેમણે તેનું એનાલિસિસ કર્યું હતુ. જેમાં જીપીસીબી દ્વારા અને સીપીસીબી દ્વારા કરાયેલી સેપી ઇન્ડેક્ષની ગણતરીમાં ફેર ફાર જણાયા હતા. જે ફેરફારના કારણે અંકલેશ્વરને ક્રિટિકલમાં યથાવત રાખવાનું સૂચન સીપીસીબીએ કર્યું છે. અંકલેશ્વર બાદ હવે વાપીના એનાલિસિસનો વારો છે. વાપીના સેપી ઇન્ડેક્ષમાં પણ મોટો ફેર જણાતો હોવાનું સીપીસીબીના સૂત્રોએ જણાવ્યું હતુ. આગામી દિવસોમાં વાપીને ક્રિટિકલમાં રાખવું કે નહી, તેનો નિર્ણય લેવાશે એવું જાણવા મળ્યું છે. ત્યારે અંકલેશ્વરની જેમ વાપીને પણ હાલ ક્રિટિકલ પોલ્યુટેડ એરિયાની યાદીમાંથી બહાર કાઢે એવું નિષ્ણાતો જણાવી રહ્યા છે.

વાપીને ક્રિટિકલ પોલ્યુટેડ એરિયામાંથી બહાર ચોક્કસ પણે કઢાશે એવી આશા સેવી રહ્યા છે. સીપીસીબી અને જીપીસીબી દ્વારા સેપી ઇન્ડેક્ષની ગણતરીમાં ફેરફાર હોઇ શકે છે, પરંતુ પ