• Gujarati News
  • શ્રમેવ જયતે યોજના બાદ બિલ્ડર પર સકંજો વધશે

શ્રમેવ જયતે યોજના બાદ બિલ્ડર પર સકંજો વધશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે શ્રમેવ જયતે યોજના લોન્ચ કરી છે. જેમાં તેમણે પીએફના બાકી નાણાં જે તે કામદારોને આપવાનો પ્રયાસ કરવાનું જણાવ્યુું હતુ. સાથે તેમણે વધુમાં વધુ કામદારોને પીએફનો લાભ મળે માટે યુનિક પીએફ આઇડીનું પણ લોકાર્પણ કર્યું હતુ. ત્યારે યોજના બાદ બિલ્ડરોને તેમના કામદારોના પીએફના નાણાં જમા કરાવવા અને તેમના કામદારોને પીએફનો લાભ અપાવવા પ્રયાસો હાથ ધરાશે એવું હાલ લાગી રહ્યું છે.

સામાન્ય રીતે યેન કેન પ્રકારે પીએફના સકંજામાંથી બચી રહેલા બિલ્ડરો પર હવે ધીરે ધીરે પીએફ વિભાગનો સકંજો કસાઇ રહ્યો છે. સરકાર દ્વારા નાના મજૂરોને પીએફનો લાભ મળે એવી યોજના લોન્ચ થઇ રહી છે. શ્રમેવ જયતે લોન્ચ કરી સરકારે સતત જુદા જુદા સ્થળોએ ફરી રહેલા કામદારોના નાણાં તેમને પરત કરવાની વાત કરી હતી. જેને લઇ કોન્ટ્રાક્ટરોને તેમના કામદારોને શોધવાની સૂચના ટુક સમયમાં અપાય એવું લાગી રહ્યું છે. સાથે હવે બિલ્ડરોએ પણ તેમના તમામ કામદારોનો રિપોર્ટ રાખવો પડે એવો નિયમ પણ આવી શકે છે. બિલ્ડરોએ તેમના કામદારોના બેંક એકાઉન્ટ નંબર અને પીએફ નંબર નોંધવા પડશે. તેનો રેકોર્ડ રાખવો પડે એવું પણ આયોજન થઇ રહ્યું હોવાનું પ્રારંભિક ધોરણે જાણવા મળ્યું છે.

સરકારની યોજના બાદ પીએફ ડિપાર્ટમેન્ટના ટાર્ગેટમાં પણ ધરખમ વધારો થાય એવું લાગી રહ્યું છે. ત્યારે પીએફ ડિપાર્ટમેન્ટનો નવો ટાર્ગેટ બિલ્ડરો બને એવું મનાઇ રહ્યું છે. દિવાળી પછી પીએફ ડિપાર્ટમેન્ટ દ્વારા બિલ્ડરો સામે નોટિસ કઢાય અેવી પણ ગણતરી લગાવાઇ રહી છે. ત્યારે હવે સરકારના સકંજામાંથી બચવા વલસાડ, વાપીના બિલ્ડરો કેવા હથકંડા અજમાવે તે જોવું રહ્યું!

વાપી PF કચેરી કામદારોનું ભલું કરી શકે

જોસરકારનીયોજનાનો યોગ્ય ઉપયોગ થાય અને બિલ્ડરો પર તવાઇ વધારાઇ તો વાપી પીએફ કચેરી 70 હજાર જેટલા કામદારોનું ભલું કરી શકે છે. વલસાડ, વાપી, દમણ અને સેલવાસ મળી અંદાજીત 70 હજાર જેટલા કામદારો કાર્યરત છે. ત્યારે તેમને જો પીએફનો લાભ અપાવાય તો વાપી પીએફ કચેરી આટલા લોકોને પીએફનો લાભ અપાવી શકશે.