• Gujarati News
  • વાપીની બે કંપનીને જીપીસીબીની ક્લોઝર

વાપીની બે કંપનીને જીપીસીબીની ક્લોઝર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરવૈયા કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ અને અંજારિયા એનવાયર્ટેક પ્રા.લિ. જીપીસીબીના સંકજામાં

ભાસ્કરન્યૂઝ. વાપી

વાપીમાંપ્રદૂષણનો મુદ્દો દિવસેને દિવસે વધુ ચગી રહ્યો છે. એક તરફ સરકાર પ્રદૂષણ ઘટાડા માટે અપિલ કરી રહી છે, તો બીજી તરફ કંપનીઓ પ્રદૂષણ કરવામાં કોઇ ઢીલ છોડતાં નથી. પ્રદૂષણના ઉપકરણોનો ખર્ચ કરવા બચી કંપનીઓ બેફામ પ્રદૂષણ કરી રહ્યા છે. પ્રદૂષણના મામલે બે દરકાર કંપનીને જીપીસીબી દ્વારા નોટિસ અપાઇ રહી છે. તેમ છતાં અન્ય કંપનીઓને તેનો કોઇ ફેર નથી પડતો અને તેઓ પ્રદૂષણ અટકાવવામાં બે દરકારી દાખવી રહ્યા છે.

પ્રદૂષણ પ્રત્યે બેદરકાર આવી બે કંપનીને જીપીસીબીએ હાલ દિવાળી ટાણે ક્લોઝર ફટકારી છે.

વાપીમાં પ્રદૂષણની બૂમરાણ વચ્ચે દિવાળી ટાણે બે કંપનીઓને ક્લોઝર ફટકારી છે. જેમાં તેમણે વાપીની સરવૈયા કેમિકલ ઇન્ડસ્ટ્રીઝને પ્રદૂષણના મામલે ઝડપી પાડી હતી. સાથે તેમણે અંજારિયા એનવાયર્ટેક પ્રા. લિ.ને પણ ચકાસણી દરમિયાન પ્રદૂષણ પ્રત્યે બેદરકારી દાખવવા બદલ ઝડપી પાડી હતી.

જેના પગલે વાપી જીપીસીબીએ બંને કંપનીઓ વિરૂદ્ધ રિપોર્ટ કર્યો હતો. રિપોર્ટના પગલે જીપીસીબીએ બંને કંપનીને ક્લોઝર ફટકારી છે. દિવાળી અગાઉ બંને કંપની વિરૂદ્ધ આવેલી ક્લોઝરના પગલે અન્ય કંપનીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. જીપીસીબી દિવાળી પહેલા કેટલી કંપનીઓને સંકજામાં લે છે તે આવનાર સમય કહેશે.