વાપીથી દારૂ સાથે 1ની ધરપકડ

વાપી ચાર રસ્તા નજીક ઉભેલા ઇસમની તપાસ કરતા તેની પાસેથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ કેસમાં માલ અાપનાર...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:50 AM
વાપીથી દારૂ સાથે 1ની ધરપકડ
વાપી ચાર રસ્તા નજીક ઉભેલા ઇસમની તપાસ કરતા તેની પાસેથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ કેસમાં માલ અાપનાર પાતલિયાના બાર સંચાલક- માલ મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યો હતો.

વાપી જીઆઇડીસી પોલીસના કોન્સ્ટેબલ નિમેશ ઇશ્વરને ગુરૂવારે બપોરે મળેલી બાતમીના આધારે વાપી ચારરસ્તા નજીક રસ્તા ઉપર ઉભેલા એક ઇસમ પાસેથી બે થેલામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે નવસારી રહેતા આરોપી અનુજ શ્રીનારાયણ વર્માની ધરપકડ કરી તેની પાસેથી દારૂની બોટલ નંગ-512 કિં.રૂ.25,600 કબજે કરી હતી. જ્યારે માલ આપનાર દમણ પાતલીયાના બાર સંચાલક અને માલ મંગાવનાર કાકા નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી હતી.

X
વાપીથી દારૂ સાથે 1ની ધરપકડ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App