• Home
  • Daxin Gujarat
  • Valsad District
  • Vapi
  • વાપી તાલુકા પંચાયતના કારોબારી અને સામાજીક ન્યાય સમિતિના ચેરમેનોની વરણી

વાપી તાલુકા પંચાયતના કારોબારી અને સામાજીક ન્યાય સમિતિના ચેરમેનોની વરણી

વાપી તાલુકા પંચાયતના કારોબારી અને સામાજીક ન્યાય સમિતિના ચેરમેનોની વરણી

DivyaBhaskar News Network

Aug 10, 2018, 04:46 AM IST
વાપી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિની રચના થયા બાદ ગુરૂવારે કારોબારી સમિતિની બેઠક મળી હતી. જેમાં કારોબારી અધ્યક્ષ તરીકે ફરી બલીઠાના કેતન પટેલની નિમણૂક કરવામાં આવી હતી. જયારે ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે હસમુખભાઇ નગીનભાઇ પટેલની વરણી કરવામાં આવી હતી.વાપી તાલુકા પંચાયતની કારોબારી સમિતિની બેઠક ટીડીઓની ઉપસ્થિતિમાં મળી હતી. જેમાં કારોબારી અધ્યક્ષ પદ માટે સંદીપભાઇ પટેલે દરખાસ્ત કરી હતી અને ટેકો વિજયભાઇ પટેલે આપતા બલીઠાના કેતનભાઇ કિશોરભાઇ પટેલની નિમણૂંક થઇ હતી.જયારે તા.પં.ની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે હસમુખભાઇ નગીનભાઇ પટેલ અધ્યક્ષ તરીકે નિમણૂક પામ્યા હતા.

X
વાપી તાલુકા પંચાયતના કારોબારી અને સામાજીક ન્યાય સમિતિના ચેરમેનોની વરણી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી