વાપી GIDC માં વન સાઇડ પાર્કિંગ તથા નો પાર્કિંગ ઝોન જાહેર

VIA દ્વારા દરખાસ્ત બાદ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પડાતા ટ્રાફિકમાં રાહત થશે

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:46 AM
વાપી GIDC માં વન સાઇડ પાર્કિંગ તથા નો પાર્કિંગ ઝોન જાહેર
વાપી જીઆઇડીસી વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા વીઆઇએ દ્વારા કલેકટરને વન સાઇડ પાર્કિંગ અને નો પાર્કિંગ ઝોન જાહેર કરવા લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ એક બેઠક મળી હતી. જેમાં આ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કલેકટરે 8 ઓગસ્ટે વિધિવત આ જાહેરનામુ બહાર પાડ્યું હતું. જેના કારણે હવે વાપી જીઆઇડીસી વિસ્તારમાં નો પાર્કિંગ ઝોનનો અમલ શરૂ થશે.

વાપી જીઆઇડીસી વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે વન સાઇડ પાર્કિંગ તથા નો પાર્કિંગ ઝોન જાહેર કરવા 21 જુલાઇએ મળેલી બેઠકમાં જાહેરનામુ બહાર પાડવા અંગે ચર્ચા કરાઇ હતી. ગુજરાત પોલીસ અધિનિયમન 1951 ની કલમ 33 (1) (બી) (સી) હેઠળ પોલીસ અધિક્ષક વલસાડને દરખાસ્ત મુજબ વાપી જીઆઇડીસી વિસ્તારમાં જાહેર જનહિતમાં ટ્રાફિક નિયમન માટે તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે વન સાઇડ પાર્કિંગ, નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. કલેકટર સી.આર. ખરસાણે પોતાની સત્તાની રૂ એ 10 જેટલા રોડ પર દર માસની એકી સંખ્યાવાળી તારીખોમાં ડાબી બાજુના રોડ પર પાર્કિંગ કરવા તથા દર માસની બેકી સંખ્યાવાળી તારીખોમાં જમણી બાજુ રોડની સાઇડ પર પાર્કિંગ કરવા જણાવાયું છે. કલેકટરે વાપી પોલીસ, વાપી માર્ગ અને મકાન વિભાગ, નગરપાલિકા, વાપી જીઆઇડીસી કચેરી સહિત તમામ જવાબદાર વિભાગને આ જાહેરનામાની જાણ કરી હતી. આ જાહેરનામાના કારણે ટ્રાફિક સમસ્યા હળવી થશે એવુ માનવામાં આવે છે. જેના કારણે જીઆઇડીસી વિસ્તારમાં આવતા હજારો વાહન ચાલકોને થોડી રાહત થશે.

કયાં કયાં નો પાર્કિંગ ઝોન વિસ્તાર છે

વીઆઇએથી પ્રાઇમ હોટલ સુધી

ગીરીરાજથી મોરારજી સર્કલ સુધી

ગેલેક્ષી હોટલથી અંબામાતા મંદિર સુધી

આ વન સાઇડ પાર્કિંગ વિસ્તાર જાહેર કરાયા

ઇસેલ માઇનીંગ થી વાય જંકશન એલઆઇસી સેકટર સુધી

ઇસેલ માઇનીંગથી એન.આર.અગ્રવાલ પેપર મીલ સેકન્ડ ફેસ સુધી

વાપી મોરારજી સર્કલથી સરદાર ચોક સુધીના માર્ગનો સમાવેશ થાય છે

વાપી સરદાર ચોકથી બેંક ઓફ બરોડા થર્ડ ફેઇઝ GIDC સુધીનો માર્ગ

વાપી જીઆઇડીસી સ્થિત બાયર (મીસ્ટુ)થી એકરા પેક સુધીનો માર્ગ

કેમીસ્ટથી પીડીલાઇટ રોડ ફર્સ્ટ ફેસ સુધી,ખેકાગ્લાસથી ને.હા.નં. 48 સુધી

જી.એસ.પી.સી. ટ્રીવલ બોર્ડ સર્વિસ રોડ ને.હા.નં. 48 સુધી

X
વાપી GIDC માં વન સાઇડ પાર્કિંગ તથા નો પાર્કિંગ ઝોન જાહેર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App