• Home
  • Daxin Gujarat
  • Valsad District
  • Vapi
  • નાનાપોંઢામાં વિશેષ સિદ્ધિ મેળવનારના સન્માન સાથે આદિવાસી દિનની ઉજવણી

નાનાપોંઢામાં વિશેષ સિદ્ધિ મેળવનારના સન્માન સાથે આદિવાસી દિનની ઉજવણી

अએન.આર.રાઉત હાઇસ્કૂલ ખાતે ધારાસભ્યએ કાર્યક્રમ સંબોધ્યો

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:46 AM
નાનાપોંઢામાં વિશેષ સિદ્ધિ મેળવનારના સન્માન સાથે આદિવાસી દિનની ઉજવણી
આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસ તરીકે સંયુક્‍ત રાષ્ટ્રસંઘ દ્વારા જાહેર કરવામાં આવ્‍યો છે. જે અંતગર્ત નાનાપોંઢા, એન.આર.રાઉત હાઇસ્કૂલ ખાતે પારડીના ધારાસભ્ય અને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઇ દેસાઇના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.

પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇ સહિત હાજર મહાનુભાવોએ વિશેષ સિદ્ધિ મેળવનાર આદિજાતિ વ્યક્તિ વિશેષોને સન્માનિત કર્યા હતાં. આ પ્રસંગે ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની શુભકામના પાઠવતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આદિવાસીઓના વિકાસમાટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. દૂધસંજીવની યોજના થકી શાળાના બાળકોને પોષણક્ષમ આહાર આપવા, એકલવ્ય મૉડેલ સ્‍કૂલની સ્‍થાપના કરી આદિજાતિના વિદ્યાર્થીઓને ગુણવત્તાલક્ષી શિક્ષણ આપવા, સમરસ હોસ્ટેલના નિર્માણ થકી ઓછા દરે રહેવાની આધુનિક સુવિધા આપી છે. આદિજાતિના લોકો વિકાસના માર્ગે આગળ વધી રહ્યા છે. ગુજરાતના વિકાસને સમગ્ર દેશના નાગરિકોએ સ્‍વીકાર્યો છે. તા.૨૩મી ઓગસ્ટે અસ્ટોલ પાણી પુરવઠા યોજનાના ખાતમુહૂર્ત સહિત વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જુજવા ખાતે આવનાર છે, તેમાં મોટી સંખ્યામાં હાજર રહેવા અનુરોધ કર્યો હતો.

X
નાનાપોંઢામાં વિશેષ સિદ્ધિ મેળવનારના સન્માન સાથે આદિવાસી દિનની ઉજવણી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App