માજી સરપંચ-પંચાયત સભ્યની યુવકને જાનથી મારવાની ધમકી

વાપી કરવડના યુવકે પોલીસમાં અરજી કરી

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:46 AM
માજી સરપંચ-પંચાયત સભ્યની યુવકને જાનથી મારવાની ધમકી
કરવડમાં રહેતા સુનિલ ઉત્તમભાઇ રોહિતે ગુરૂવારે ડુંગરા પોલીસમાં અરજી આપી જણાવ્યુ કે, કરવડ ગામે કેટલાક ભંગારીયાઓ કેમીકલ યુક્ત પદાર્થ લાવી પ્રદુષણ કરતા હોય તે બાબતે તેમણે 27 ફેબ્રુઆરીના રોજ અરજી કરતા અધિકારીએ આ બાબતે પગલા લીધા હતાં. પગલા લેતા કરવડના માજી સરપંચ દેવેન્દ્ર પટેલ અને તાલુકા પંચાયત સભ્ય ઉત્તમ ઝીણાભાઇ પટેલને માઠુ લાગતા ઉત્તમભાઇએ સુનિલને કરવડ ગ્રામ પંચાયત ખાતે બોલાવ્યો હતો. જ્યાં દેવેન્દ્રભાઇ અને ઉત્તમભાઇ બંને ત્યાં હાજર હતા. તેમણે સુનિલભાઇને બિભત્સ ગાળો આપી જણાવ્યુ હતું કે, ભંગારીયાઓ સરકારી અધિકારીને પૈસાથી પહોંચી શકે છે. મરવાનો હોય તો બીજી વાર પ્રદુષણ અટકાવવા અરજી કરજે અને જો ફરીવાર ફરિયાદ કરશે તો તેના પર જીવલેણ હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી.

X
માજી સરપંચ-પંચાયત સભ્યની યુવકને જાનથી મારવાની ધમકી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App