વાપીની કંપનીમાંથી સામાનની ચોરી કરનારો કામદાર CCTVથી ઝડપાયો

વાપી| વાપી જીઆઇડીસીની એક કંપનીમાં કામ કરતો કામદાર અંદરથી મશીનરીની પાઇપ ફીટીંગ માટેની સામગ્રીની ચોરી કરતા...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:46 AM
વાપીની કંપનીમાંથી સામાનની ચોરી કરનારો કામદાર CCTVથી ઝડપાયો
વાપી| વાપી જીઆઇડીસીની એક કંપનીમાં કામ કરતો કામદાર અંદરથી મશીનરીની પાઇપ ફીટીંગ માટેની સામગ્રીની ચોરી કરતા ગુરૂવારે તેની ધરપકડ કરાઇ હતી.વાપી જીઆઇડીસી થર્ડ ફેસમાં આવેલી આરતી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી 2 ઓગસ્ટના રોજ મશીનરીની પાઇપ ફીટીંગ કરવામાં વપરાતી બે ઇંચની એસ.એસ.ફ્લેંજ નંગ-24 કિં.રૂ.21,240ની ચોરી થઇ હતી. જે અંગે કંપની સંચાલકોએ વધુ તપાસ હાથ ધરી હતી. સતત પાંચ દિવસ સુધી સીસીટીવી ફુટેજ ચેક કરતા કેમેરામાં કંપનીનો કામદાર જ ચોરી કરતા નજરે ચડ્યો હતો. જોકે કામદારને આ અંગે જાણ કર્યા વગર ગુરૂવારે ફરીવાર ચોરી કરતા લાઇવ ઝડપી પાડી વાપી જીઆઇડીસી પોલીસને સોંપાયો હતો. પોલીસે છીરીમાં રહેતા કામદાર ચિતરંજન તિલોચન પાંડાની ધરપકડ કરી હતી. જે અંગે કંપનીના લક્ષ્મણ શ્રીનંદલાલ અઠિયાએ કામદાર વિરૂદ્ધ પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

X
વાપીની કંપનીમાંથી સામાનની ચોરી કરનારો કામદાર CCTVથી ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App