વિદ્યાર્થીઓ પાસે જમવાના દર મહિને 3 હજાર લેવાતા વિરોધ

દમણ કોલેજ પર ધરણાં ઉપર બેસેલા 40ની અટકાયત

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:46 AM
વિદ્યાર્થીઓ પાસે જમવાના દર મહિને 3 હજાર લેવાતા વિરોધ
દમણની ગર્વમેન્ટ કોલેજમાં અભ્યાસ કરતા અને સરકારી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ પાસે જમવા પેટે 3 હજાર રૂપિયા દર મહિને લેવાના નિર્ણયનો વિરોધ કરવા ગુરૂવારે કેટલાક વિદ્યાર્થીઓ કોલેજની બહાર વિરોધ કરીને ધરણાં ઉપર બેસી ગયા હતા. દમણ પોલીસ કોલેજ ઉપર પહોંચીને 40 વિદ્યાર્થીઓની અટકાયત કરીને સમજાવીને છોડી મુક્યા હતા.

દમણ એજ્યુકેશન વિભાગ દ્વારા દમણ કોલેજમાં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ પાસે હવેથી ભોજનના દર મહિને 3 હજાર રૂપિયાની ફી લેવાનું નક્કી કરાયું છે. પ્રશાસનના આ નિર્ણયના વિરોધમાં ગુરૂવારે કેટલાક વિદ્યાર્થીઓ દમણ કોલેજની બહાર પ્રતિમાસ 3 હજાર રૂપિયા ભોજન પેટેની ફીનો વિરોધ નોંધાવીને ધરણાં ઉપર બેસી ગયા હતા. કોલેજના મુખ્ય ગેટ ઉપર ઉપર રસ્તો રોકીને બેસી ગયેલા વિદ્યાર્થીઓને સમજાવવા માટે દમણ પોલીસ ગઇ હતી. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ અત્યાર સુધી વિદ્યાર્થીઓ પોતાની રીતે હોસ્ટેલમાં જાતે રસોઇ બનાવતા હતા. જોકે, પ્રશાસન દ્વારા અચાનક 3 હજાર રૂપિયા દર મહિને ભોજન ફી નક્કી કરી દેવાતા આક્રોશ જોવા મળ્યો છે. તો બીજી તરફ દમણ પોલીસે ધરણાં કરી રહેલા અંદાજે 40 વિદ્યાર્થીઓની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી જ્યા વિદ્યાર્થીઓને સમજાવીને છોડી દેવાયા હતા.

દરરોજ 93 રૂપિયામાં ભોજની સુવિધા પણ અપાશે

ભોજન માટે પ્રતિ દિવસના માત્ર 93 રૂપિયા રાખવામાં આવ્યા છે જેની સામે ભોજનની સુવિધા પણ અપાશે. માત્ર 93 રૂપિયામાં સવારે ચા નાસ્તા, બપોરે ભોજન, સાંજે ચા અને રાત્રે ભોજન આપવામાં આવશે. હર્ષિત જૈન, એજ્યુકેશન ડિરેકટર, દમણ

X
વિદ્યાર્થીઓ પાસે જમવાના દર મહિને 3 હજાર લેવાતા વિરોધ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App