Home » Daxin Gujarat » Valsad District » Vapi » ભારત નિર્માણમાં આદિવાસીઓનું યોગદાન : પ્રશાસક

ભારત નિર્માણમાં આદિવાસીઓનું યોગદાન : પ્રશાસક

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:46 AM

દમણના કોળી પટેલ સમાજ હોલમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઇ

  • ભારત નિર્માણમાં આદિવાસીઓનું યોગદાન : પ્રશાસક
    પ્રદેશના આદિવાસીઓની નાની મોટી સમસ્યાને સમાજના અગ્રણીઓ દ્વારા આવનારા સપ્તાહમાં ગ્રામસભામાં આયોજન કરાશે જેમા કલેકટર અને અધિકારીઓ દ્વારા સમસ્યાનું નિરાકરણ કરાશેની વાત ગુરુવારે દમણના કોળી પટેલ સમાજ હોલમાં આયોજિત વિશ્વ દિવસની ઉજવણી પ્રસંગે પ્રશાસક પ્રફુલ પટેલે કહ્યા હતા.

    દમણના કોળી પટેલ સમાજના હોલમાં ગુરૂવારે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દમણ પ્રશાસન તથા દમણ આદિવાસી સમાજ દ્વારા કરાયું હતું. સંઘપ્રદેશ પ્રશાસક પ્રફુલ પટેલ તથા સાંસદ લાલુભાઇ પટેલ અને અન્ય મહેમાનો દ્વારા દીપ પ્રજવલિત કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ પ્રસંગે પ્રશાસક પ્રફુલ પટેલે કહ્યું હતું કે, આધુનિક ભારતના નિર્માણમાં આદિવાસીઓનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. કચીગામના ઝરી બ્રિજના નિર્માણમાં આદિવાસીઓનું મહત્તમ યોગદાન રહ્યું છે. આદિવાસીના હિતમાં સરકારની વિવિધ યોજનાને પ્રદેશમાં લાગુ કરાય છે. પ્રશાસકે સરકારની વિવિધ યોજના અને તેમના લાભો વિશે પણ માહિતી આપી હતી. આ પ્રસંગે દમણ આદિવાસી કલ્યાણ વિભાગ દ્વારા વાર્ષિક રીપોર્ટ 2018નું વિમોચન કરાયું હતું. આદિવાસી સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થિઓનું સન્માન પણ કરાયું હતું.

    આદિવાસીને વિજળી બિલમાં રાહત નહીં મળે

    સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલે વિશ્વ આદિવાસી દિવસ કાર્યક્રમમાં આદિવાસી નેતાઓ દ્વારા આપવામાં આવેલા આવેદન પત્રમાં આદિવાસીઓના વિજળીના બિલોમાં રાહત આપવાની માંગણી કરી હતી. જોકે, આ બાબતે પ્રશાસકે સ્પષ્ટતા કરી હતી કે,700થી 800 લોકોના બિલ બાકી હતા જેમા ફક્ત 15થી 20 આદિવાસી છે. દમણનાં આદિવાસી નેતાઓએ એક ડઝનથી વધુ માગ સાથે આવેદનપત્ર કાર્યક્રમમાં પ્રશાસકને આપ્યુ હતું. જેમા આદિવાસીઓને બાકી વિજળી બિલમાં રાહત આપવાની માંગનો પણ સમાવેશ હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ