પારડી નજીક અરનાલામાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ

મોંઢામાં મોરને દબોચી શેરડીના ખેતરમાં લઇ ગયો

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:45 AM
પારડી નજીક અરનાલામાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
પારડી નજીક અરનાલા ગામમાં બુધવારે રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જેની જાણ પોલીસ સમન્વયની ટીમને કરતા પોલીસ સમન્વય, રેન્જ ફોરેસ્ટ અધિકારીઓ સાથે ઘટના સ્થળે દોડી ગઇ હતી. દીપડાએ એક ખેતરમાં મોરનો શિકાર કરી નાસી જતા ફોરેસ્ટ ખાતાએ તેને પકડવા પાંજરૂ ગોઠવ્યું હતું.

પારડીના અરનાલા ગામમાં બુધવારે મોડી રાત્રે એક ગ્રામજનને દીપડો દેખાતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. જે અંગે જંગલખાતાને જાણ કરતા અધિકારીઓએ પોલીસ સમન્વય ટીમને મદદ માટે બોલાવી હતી. પોલીસ સમન્વયના મુકેશભાઈ ઉપાધ્યાય તથા વર્ધમાન શાહ તેમની ટીમ સાથે વાપી રેન્જ ફોરેસ્ટ ઓફીસના અધિકારીને જાણ કરી સ્ટાફ સાથે ઘટના સ્થળે જવા નીકળી ગયા હતા. ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કરતા પંજાના નિશાન જોઇ દીપડો 2 થી 3 વર્ષનો હોવાનું જણાઈ આવ્યું હતું. ગામમાં ફરતા ફરતા દીપડાએ એક ખેતરમાં મોરનો શિકાર પણ કર્યો હતો. મોરને મોંઢામાં દબાવીને દીપડો બાજુમાં આવેલા શેરડીના ખેતરમાં ઘૂસી ગયો હતો. જેથી ગામના લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું. આરએફઓ અધિકારી વિનલ પટેલે દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવાની કવાયત હાથ ધરી હતી. ગામમાં દીપડો હોવાની જાણ બાદ તે જયાં સુધી પકડાય ન જાય ત્યાં સુધી સ્થાનિકોએ એકલા કોઇપણ જગ્યાએ જવા માટે અધિકારીઓએ ના પાડી હતી.

અરનાલા ગામમાં મોરને શિકાર બનાવ્યા બાદ નાસી ગયેલો દિપડાનો પંજાનો નિશાન

X
પારડી નજીક અરનાલામાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App