વૃદ્ધા પાસે OTP માંગી 58000ની ઉચાપત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી ગુંજન સી-ટાઇપમાં રહેતા 69 વર્ષીય વૃદ્ધાને સોમવારે એક ફેક કોલ આવ્યો હતો. સામાવાળા વ્યક્તિએ બેંકથી બોલું છું કહી ઓટીપી નંબર માંગતા વૃદ્ધાએ નંબર આપી દીધા હતા. જોકે થોડી જ વારમાં ખાતામાંથી કટકે કટકે રૂ.58,000 ઉપડી જતા તેઓ જાતે ઠગાઇ ગયા હોવાની જાણ થઇ હતી.

વાપી ગુંજન સી-ટાઇપમાં રહેતા 69 વર્ષીય વૃદ્ધાને સોમવારે સવારે એક ફોન આવ્યો હતો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાથી બોલું છું અને તમારો પાસવર્ડ બદલવાનો છે જેથી એક નંબર આવશે તે જણાવશો કહેતા જ વૃદ્ધાએ સામાવાળાને ઓટીપી નંબર આપી દીધા હતા. નંબર આપ્યા બાદ તેઓ પોતાના કામમાં વ્યસ્ત થઇ ગયા હતા. 15 મિનિટ બાદ તેમને મોબાઇલ ઉપર એક પછી એક રૂપિયા ઉપડવાના મેસેજો આવતા તેઓ પાડોશમાં રહેતા યુવક સાથે એસબીઆઇ બેંક ચારરસ્તા ઉપર ગયા હતા. જ્યાં અધિકારીઓએ હાથ ઉંચા કરી આ અંગે પોલીસમાં ફરિયાદ કરવા જણાવ્યુ હતું. વૃદ્ધાએ આ અંગે વાપી જીઆઇડીસી પોલીસ મથકમાં અરજી આપી જણાવ્યુ હતું કે, તેમનો પુત્ર સાથે નહીં રહેતા હોવાથી હાલ તેઓ નિસહાય છે. અને બેંકમાં પડેલા રૂપિયાથી લાઇટ બીલ, ગેસ રિફીલ તેમજ અન્ય ઘરના કામો કરવાના હતા. જે રૂપિયા ઉપડી જતા તેમની હાલત દયનીય બની છે.

અન્ય સમાચારો પણ છે...