• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Vapi
  • સરદાર ભીલાડવાળા બેન્કને લો કોસ્ટ ડિપોઝીટ એવોર્ડ એનાયત

સરદાર ભીલાડવાળા બેન્કને લો કોસ્ટ ડિપોઝીટ એવોર્ડ એનાયત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|ગાંધીનગર ખાતે ગુજરાત અર્બન કો.ઓપરેટિવ બેન્ક ફેડરેશન દ્વારા સહકાર સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ડેપ્યુટી ગર્વનર રીઝર્વ બેન્ક ઓેફ ઇન્ડિયાના વિશ્વનાથન,રીઝર્વ બેન્કના રીજીયોનલ ડાયરેકટર તથા સી.જી.એ. ઉપસ્થિત રહ્યાં હતાં. નાયબ સીએમ નિતિન પટેલ, સીએમ વિજય રૂપાણી તથા રાજયની 220 નાગરિક સહકારી બેન્કોના ચેરમેન,ડિરેકટર, સીઇઓ હાજર રહ્યાં હતાં. ભીલાડવાળા બેન્કના સેક્રેટરી દિલિપભાઇ શાહ, ડિરેકટર ભરતભાઇ પટેલ, કો-ઓપ્ટ ડિરેકટર કિર્તી રાજપુત, આસિ.જનરલ મેનેજર હેમંત ભટ્ટ તથા પારડી શાખાના મેનેજર શીલાબેન દેસાઇ ઉપસ્થિત રહ્યાં હતાં. બેન્કને લો-કોસ્ટ ડીપોઝીટ બાબતે સહકાર મંત્રી ઇશ્વરભાઇ પટેલ અને અધ્યક્ષ જયોતિન્દ્રનાથ મહેતાના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...