ગુજરાતની રિક્ષાને દમણમાં પરવાનગી એ માત્ર અફવા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત પાર્સિગની રિક્ષાને દમણના અંતરિયાળ વિસ્તારમાં ફેરવવા માટેની પરવાનગી પ્રશાસન તરફથી આપી હોવાની અફવાને લઇને સોમવારે દમણના સ્થાનિક રિક્ષા ચાલકો અચાનક વીજળીક હડતાળ ઉપર ઉતરી જઇ કલેકટર અને આરટીઓ કચેરીએ રજૂઆત કરવા પહોંચી ગયા હતા. જોકે, દમણ આરટીઓ તરફથી આવી કોઇ પરવાનગી હાલ કે ભવિષ્યમાં પણ આપવાની યોજના નથી એવી ખાતરી આપતા રિક્ષા ચાલકો શાંત થયા હતા.

ગુજરાત પાર્સિગની રિક્ષાને દમણના અમુક વિસ્તારમાં ફેરવવા સામે મનાઇ છે. જોકે, ગુજરાતની રિક્ષા દમણના ડાભેલ અને કચીગામ સુધી જઇ શકે છે. જોકે, કેટલાક સમયથી ગુજરાત પાર્સિગની રિક્ષા દમણના મુખ્ય શહેરમાં ફરતી દેખાતા એવી અફવા ફેલાઇ હતી કે, દમણ પ્રશાસન દ્વારા ગુજરાત પાર્સિગની રિક્ષાને દમણમાં ફેરવવાની છૂટ અપાઇ છે. આ અફવાના પગલે સોમવારે દમણના સ્થાનિક રિક્ષા ચાલકો અચાનક હડતાળ ઉપર ઉતરી જઇને દમણ કલેકટર તથા આરટીઓ કચેરીએ પહોંચી ગયા હતા. દમણના રિક્ષા ચાલકોએ અા સંદર્ભે દમણ દીવના સાંસદ લાલુભાઇ પટેલને પણ ફોન કરીને રજૂઆત કરી હતી. જોકે, સાંસદ લાલુભાઇ હાલમાં તેઓ દિલ્હી ખાતે હોવાનું જણાવીને ચાલકોને આશ્વાસન આપ્યું હતું કે, આવી કોઇ પરવાનગી આપવામાં આવી નથી. આમ છતાં તેઓ જે તે અધિકારી સાથે વાત કરીને સત્ય હકીકત જાણશે.

જોકે, રીક્ષ ચાલકો જ્યારે આરટીઓ કચેરીએ પહોંચ્યા હતા ત્યા તેમને કહેવામાં આવ્યું હતું કે, હાલ કે ભવિષ્યમાં પણ ગુજરાતની રિક્ષાને પરવાનગી આપવાની કોઇ યોજના પ્રશાસનની નથી. આરટીઓ તરફથી સત્ય હકીકતની જાણ થતા જ રિક્ષા ચાલકોનો ગુસ્સો શાંત થયો હતો. ગુજરાતની રિક્ષાને દમણમાં પરવાનગીની અફવાને લઇને રિક્ષાચાલકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...