તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Vapi
  • Vapi વાપી જ્ઞાનદીપ શાળામાં ગાંધી વિચારો આધારિત ચિત્ર સ્પર્ધા યોજાઇ

વાપી જ્ઞાનદીપ શાળામાં ગાંધી વિચારો આધારિત ચિત્ર સ્પર્ધા યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી ચલા સ્થિત અજીત નગરમાં આવેલી જ્ઞાનદીપ શાળામાં મંગળવારે મહાત્મા ગાંધીજીની 150મી જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો રખાયા હતા. ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓએ સર્વધર્મ સમભાવ પ્રાર્થનાથી શરૂઆત કરી હતી. શાળાના વિદ્યાર્થીઅોએ ગાંધીજીના પ્રેરક પ્રસંગોનું વાંચન કર્યુ હતું. ગાંધી વિચાર ઉપર રજૂ કરવામાં આવેલા લઘુ નાટિકાએ વિદ્યાર્થીઓમાં અનોખી છાપ ઊભી કરી હતી આ ઉપરાંત ગાંધી વિચારો આધારિત ચિત્ર સ્પર્ધા રખાઇ હતી. સાપ્રંત સમયમાં ગાંધીના વિચારો, ગાંધીજીના સપનાનું ભારત તથા ગાંધી વિચારો ઉપર કાવ્ય, નિબંધ અને લેખન સ્પર્ધામાં વિદ્યાર્થીએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...