તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નામધા-ચંડોરની પાણીની સમસ્યા VCMD સુધી પહોંચી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપીના ચંડોર ભંડારવાડમાં રહેતા જગનભાઇ પ્રભુભાઇ પટેલે પાણીની સમસ્યા માટે હવે વીસીએમડી ડી.થારાને એક પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું હતું કે, નામધા અને ચંડોળ ગામમાં હજુ પણ પાણીની સમસ્યા છે. કંપનીઓ ભૂગર્ભમાં ઉતારેલા બોરવેલના કારણે ગ્રામજનોને તકલીફ પડી રહી છે. ગામમાં જે સધ્ધર ગણાતા વ્યક્તિઓ અન્ય સ્થળે સ્થળાંતર કરી રહ્યા છે. ફક્ત ને ફક્ત 80 ટકા આદિવાસીઓ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સુપ્રિમ કોર્ટના ચૂકાદા બાદ પણ નામધા ચંડોર ગામને જીઆઇડીસીને પાણીથી વંચિત રાખ્યું છે. માત્ર ને માત્ર 30 ટકા લોકોને પાણી આપવામાં આવે છે. નામધા અને ચંડોરમાં બે ટાંકી બનાવેલી છે. જેમાં નામધાની ટાંકીમાં ઘણા પ્રયત્નો પછી પાણી પૂરૂ પાડવામાં આવ્યું છે. જયારે ચંડોરમાં બંને ટાંકીમાં જીઆઇડીસીનું પાણી પડતુ નથી. ટાંકીઓ પાસે સ્ટોરેજ પણ બનાવ્યું છે. સુપ્રિમ કોર્ટનો ચૂકાદો આવ્યા પછી પણ નામધા અને ચંડોરમાં ઘણી સંખ્યામાં બોરવેલ થયા છે.

અન્ય સમાચારો પણ છે...