તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપી GIDCના બાંધકામના મજૂરનું વીજ કરંટથી મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી સેકન્ડ ફેજ જીઆઇડીસીમાં આવેલી સંગમ એન્જિનિયરિંગ કંપનીનું પ્રમુખ કન્સ્ટ્રકશન કંપનીનું ચાલતું કામ કરી રહેલા એક મજુરને મિક્સર મશીન ઉપર વીજ કરંટ લાગવાથી મોતને ભેટયો હતો.

વાપી ના બલીઠા ગામે રહેતો 17 વર્ષીય અનિલ ઝીણાભાઇ ડામોર હાલમાં પ્રમુખ કન્સ્ટ્રકશનમાં મજુરી કામ કરે છે. બુધવારે સવારે રાબેતા મુજબ અનિલ ડામોર સેકન્ડ ફેઝ જીઆઇડીસીમાં આવેલી સંગમ એન્જિનયિરંગની સાઇટ ઉપર કામ કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક મિક્ષર મશીનના હેન્ડલને પકડવા જતા વીજ કરંટથી તે બેભાન થઇને ત્યાંજ ઢળી પડ્યો હતો. અનિલ ડામોરને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો. જ્યા ટૂંક સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. સરકાર દ્વારા કન્સ્ટ્રકશન સાઇટના મજુરોના ભવિષ્ય માટે અને જીવન સ્તર સુધારવા માટે અનેક કાયદોઓ લાગુ કર્યા છે. જોકે, વહીવટી તંત્ર દ્વારા સરકારી કાયદાઓનો કડક અમલ કરાવાતો ન હોવાથી મજુરો કમોતે મરતા રહે છે અને તેમના પરિવારને જોઇએ એવું વળતર પણ મળતું નથી.

અન્ય સમાચારો પણ છે...