તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓન લાઇન કાર ભાડે કરી દારૂ લઇ જતા 3 સુરતી લાલા ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દારૂની ખેપ મારવા માટે જાતના અખતરાઓ કરાતા હોય છે જોકે, તેમા કોઇક વાર પોલીસની નજરથી છટકી જવામાં સફળતા પણ મળતી હોય છે. જોકે, સુરતના ત્રણ યુવકોએ તો ઓન લાઇન કાર રેન્ટ ઉપર લઇને દારૂની ખેપ મારવા જતા વાપી ટાઉન પોલીસના હાથે ઝડપાયા હતા.

વાપી ચલા ગોલ્ડ કોઇન સર્કલ નજીક બુધવારે બપોરે ટાઉન પોલીસ વાહન ચેકિંગની કામગીરી કરી રહી હતી એ દરમિયાન દમણ તરફથી આવી રહેલી મહારાષ્ટ્ર પાર્સિગની આઇ ટવેન્ટી કાર નંબર એમએચ-14-એચસી 5406ને આંતરીને પોલીસે તપાસ કરતા તેમાંથી બીયરના ટિનનું એક બોક્સ, બ્લેન્ડર્સ પ્રાઇડ તથા રોયલ ચેલેન્જની દારૂની બોટલો મળી આવી હતી. ટાઉન પોલીસે કારમાં સવાર સુરતના ત્રણ યુવક પુષ્કર મુકેશભાઇ ચૌધરી રહે. આગમ આર્કેડ, વેસુ, રૂદ્રિક જયપ્રકાશ દવે રહે. વેસુ રોડ સુરત તથા પીપલોદના ચારૂ નગરમાં રહેતો વિકાસ રણજીતભાઇ યાદવની ધરપકડ કરી હતી.સુરતના યુવકોએ દારૂની ખેપ મારવા માટે કારને ઓન લાઇન રેન્ટથી બુક કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ટાઉન પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દારૂની ખેપ મારતા ઝડપાયેલી કારના ટ્રાવેલ્સ સંચાલક પણ આ કેસમાં સલવાયો છે. જોકે, પોલીસ તપાસમાં હકીકત બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...