તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Vapi
  • Vapi વોલીબોલ ટૂર્નામેન્ટની અંડર 19ની ફાઇનલ મેચમાં હરિયાણા વિજેતા

વોલીબોલ ટૂર્નામેન્ટની અંડર 19ની ફાઇનલ મેચમાં હરિયાણા વિજેતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અખિલ ભારતીય આઇપીએસસી વોલીબોલ સ્પર્ધાના બીજા અને ત્રીજા દિવસે ટુર્નામેન્ટ ભારે રોમાંચ જોવા મળ્યો હતો. દરેક ટીમોના ખેલાડીઓએ પોતાનું આગવું રમતનું કૌવત દાખવ્યું હતું. ભારે રસાકસી વચ્ચે અન્ડર 14 માં ફાઇનલ મેચ સૈનિક સ્કૂલ કુંજપુરા અને બી પી એસ પીલાની વચ્ચે રમાઈ હતી. જેમાં સૈનિક સ્કૂલ કુંજપુરાનો વિજય થયો હતો. અન્ડર 17માં સૈનિક સ્કૂલ કુંજપુરા અને બિરલા પબ્લિક સ્કૂલ વચ્ચે રમાઈ હતી. જેમાં પણ સૈનિક સ્કૂલ કુંજપુરાનો વિજય થયો હતો. અંડર 19 માં ફાઇનલ મેચ બી આર સી એમ હરિયાણા અને સૈનિક સ્કૂલ કુંજપુરા વચ્ચે રમાઈ હતી. જેમાં બીઆરસીએમ હરિયાણાનો વિજય થયો હતો. સૈનિક સ્કૂલ કુંજપુરા રનરઅપ રહી હતી. સમગ્ર ટુર્નામેન્ટમાં સૈનિક સ્કૂલ કુંજપુરાએ પોતાનો વોલીબોલમાં દબદબો કાયમ જાળવી રાખ્યો હતો. વોલીબોલ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે શાળાના ચેરમેન હરિપ્રસાદ દાસ , લક્ષ્મીનારાયણ દાસ , બાબુભાઈ ગોગદાણી , દિનેશ સાકરીયા , કુશ સાકરીયા , આચાર્ય આર. પી .મોર્ય , રમત ગમત શિક્ષકો , વગેરે ભારે જહેમત ઉઠાવી ટુર્નામેન્ટને સફળ બનાવી હતી.

અન્ય સમાચારો પણ છે...