તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Vapi
  • Vapi મોટાપોંઢા પંચાયતની ચૂંટણીમાં સરપંચના ઉમેદવારોએ ફોર્મ ભર્યા

મોટાપોંઢા પંચાયતની ચૂંટણીમાં સરપંચના ઉમેદવારોએ ફોર્મ ભર્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોટાપોંઢા ગ્રામ પંચાયતની 22 ઓકટોમ્બરે યોજાનાર ચૂંટણી માટે શુક્રવારે સરપંચપદના બંને ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે ફોર્મ ભર્યા હતાં. જયારે સભ્યપદ માટે શુક્રવારે 14 ફોર્મ ભરાયા હતાં.મોટાપોંઢા સુપરસીડ બનતાં ફરી ચૂંટણી આવી છે. જેથી આ ચૂંટણી બંને પક્ષો માટે પડકારરૂપ બની રહેશે. સાથે-સાથે કપરાડાના ધારાસભ્યના ગામમાં ચૂંટણી હોવાથી રાજકીય માહોલ ગરમાયો છે.કપરાડાના મોટાપોંઢા ગ્રામ પંચાયત સુપરસીટ થયા બાદ હવે 22 ઓકટોમ્બરે ચૂંટણીની જાહેરાત થઇ છે. શુક્રવારે સરપંચપદ માટે તથા સભ્યો માટે ફોર્મ ભરાયા હતાં. કોંગ્રેસના સરપંચપદના ઉમેદવાર હેમુબેન રણજીતભાઇ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. સામા પક્ષે ચંદનબેન બી પટેલે સરપંચપદ માટે ફોર્મ ભર્યું હતું.ચૂંટણી અધિકારી પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે શુક્રવારે સરપંચપદ માટે 2 અને સભ્યપદ માટે કુલ 14 ફોર્મ ભરાયા છે. ઉમેદવારોએ સમર્થકો સાથે કપરાડા ચૂંટણી અધિકારીને ઉમેદવારીપત્ર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...