તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Vapi
  • Vapi પારડી પાલિકાના સેવા સેતુમાં માં કાર્ડના ફોર્મ લેવા પડાપડી

પારડી પાલિકાના સેવા સેતુમાં માં કાર્ડના ફોર્મ લેવા પડાપડી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકાર દ્વારા લોકોના પડતર પ્રશ્નોના સ્થળ પર પ્રશ્ન હલ થાય અને વહીવટ પારદર્શક બને તેવા ઉદેશ્ય સાથે સેવા સેતુ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. ત્યારે શુક્રવાર પારડી નગરપાલિકા કચેરી ખાતે સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો. ક્રાયક્રમમાં નગરપાલિકા વિસ્તારના અરજદારોની વ્યક્તિગત અરજીઓ જેવી કે માં અમૃતમ કાર્ડ, આધારકાર્ડ, આવક-જાતિના દાખલા , આરોગ્ય સેવા, રહેઠાણ ના પુરાવા, જન્મ-મરણ ના દાખલા, સમાજ સુરક્ષા યોજના, જેવી અરજદારોની અરજીઓ આવી હતી. જેમાં સ્થળ પર 130 અરજીનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું પાલિકાના પ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટે જણાવ્યું હતું. સેવા સેતુને સફળ બનાવવા પાલિકાના પ્રમુખ ફાલ્ગુની ભટ્ટ ની ટીમ, ભાજપ-કોંગ્રેસના સભ્યો હાજર રહ્યા હતાં. જો કે આ સેવાસેતુ કાર્યક્રમમાં અરજદારોને સ્થળ પર 25 થી વધુ ફોર્મ લેવામાં આવતા નથી. જેથી બાકી રહેલાઓને માં અમૃતમ કાર્ડ મેળવવા પારડી તાલુકાના ઓરવાડ સરકારી હોસ્પિટલ ખાતે અરજદારોને જવા અંગે માગદર્શન અપાયું હતું. મા કાર્ડ માટે અરજદારોનો ઘસારો જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...