તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Vapi
  • Vapi અમદાવાદ અને રાજપીપળામાં બે નવા સફારી પાર્ક બનાવાશે : પાટકર

અમદાવાદ અને રાજપીપળામાં બે નવા સફારી પાર્ક બનાવાશે : પાટકર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજયમાં આગામી સમયમાં વધુ બે નવા સફારી પાર્ક બનવા જઈ રહ્યા છે. જેમાં ગીરના જંગલની જેમ હવે આ નવા સફારી પાર્કમાં પણ સિંહ દર્શન થઈ શકશે.અમદાવાદ અને રાજપીપળા બે નવા સફારી પાર્ક બનાવાશે. અમરેેલીના બરડા ગામમાં સિંહોના વસવાટ માટે માનવ વસ્તીનું સ્થળાંતર કરાશે. સિંહોના મોત અંગે સરકાર ગંભીર છે. આ શબ્દો વાપી ખાતે યોજાયેલા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીમાં રાજયના આદિજાતિ અને વનમંત્રી રમણલાલ પાટકરે કહ્યાં હતાં. જો કે આ કાર્યક્રમમાં આગેવાનોની હાજરી પાંખી જોવા મળી હતી.

વાપીમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતગર્ત ગુરૂવારે રેલી યોજાઇ હતી. આ રેલી બાદ યોજાયેલા કાર્યક્રમમાં વાપી આરજીએએસ હાઇસ્કૂલના શિક્ષક કનુભાઇ પટેલે વન્ય પ્રાણી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. વન અને આદિજાતિ મંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક અને અમદાવાદ નજીકના સફારી પાર્ક બનાવવામાં આવશે. કેટલાક સમયથી સિંહોના મોતને લઈને સરકાર ચિંતિત છે. સિંહોની સારવાર માટે સરકાર તમામ પ્રયાસ કરી રહી છે .ગીરના જંગલમાં સિંહોની વધતી જતી વસ્તીને કારણે સિંહોના વસવાટ માટે નવા વિસ્તાર અંગે પણ સરકાર વિચારી રહી છે. અમરેલીના બરડા વિસ્તારમાં સિંહોને સ્થળાંતર કરવા આવે તેવું સરકાર ગંભીરતાથી વિચારી રહી છે. 600 સિંહોના વસવાટ માટે નવા એરિયા ડેવલોપ કરાશે. સારી કામગીરી કરનાર અનેક સંસ્થાઓનું મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આ કાર્યક્રમમાં પોલીસ સમન્વયની ટીમ,લાયન્સ કલબ તથા ગણતરીના સંસ્થાઓને બાદ કરતાં આગેવાનોની પાંખી હાજરી જોવા મળી હતી.

આ અવસરે આર.જી.એ.એસ. શાળાના આચાર્ય કિશોરભાઇ, ક્રિષ્‍ના ઇન્ટરનેશનલ સ્કૂલના આચાર્યા પ્રિતીબેન, વિવિધ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર, વાપી મામલતદાર, આર.જી.એ.એસ. હાઇસ્‍કૂલના ટ્રસ્ટી રાજેશભાઇ શાહ, ટીમ્બર મરચન્ટ એસોસીએશન, હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...