તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Vapi
  • Vapi સંઘપ્રદેશ દમણમાં ભાજપ મહિલા મોરચાની કારોબારી બેઠક યોજાઇ

સંઘપ્રદેશ દમણમાં ભાજપ મહિલા મોરચાની કારોબારી બેઠક યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના પ્રમુખે ગુરૂવારે દમણની મુલાકાત લઇને સરકારી લાભાર્થીઓ સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત દમણ દીવ ભાજપ મહિલા મોરચાની કારોબારી બેઠકમાં ભાગ લઇને જરૂરી સૂચનો કર્યા હતા.

દમણ દીવ ભાજપ મહિલા મોરચાની કારોબારીને સંબોધિત કરતા રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયા રહાતકરે કહ્યું કે, મહિલા અને બાળકીઓના રક્ષણ માટે તથા સમાજના દરેક વર્ગના વિકાસ માટે કેન્દ્રની ભાજપા સરકાર કાર્ય કરી રહી છે. મોદી સરકારે પોતાના જન હિતાર્થ કાર્યક્રમમાં સબકા સાથ, સબકા વિકાસના સૂત્રને ચરિતાર્થ કર્યુ છે. આ ઉપરાંત તેમણે મહિલા મોરચાની કાર્યકર્તાઓને ઘરે ઘરે જઇને મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્ય અંગે માહિતી પહોંચાડવી જોઇએ. દમણ દીવ ભાજપ અધ્યક્ષ ગોપાલ દાદાએ પણ આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપી ઉમેદવારને વિજયી બનાવવા માટે અત્યારથી જ મંડી પડવા આહવાન કર્યુ હતું. પ્રદેશના સાંસદ લાલુભાઇ પટેલે નારી શક્તિનો પરિચય અને અહેસાસ કરાવવા માટે આગામી લોકસભાની બેઠક જીતવા માટે મહિલા કાર્યકર્તાઓને જણાવ્યું હતું. આ બેઠકમાં મહિલા અધ્યક્ષ સોનલબેન પટેલ, સિમ્પલ કાટેલા તથા તરૂણાબેન પટેલ સહિત અનેક કાર્યકરો હાજર રહ્યા હતા. રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયા રહાટકરે દમણમાં સરકારના લાભાર્થીઓ સાથે મળીને તેમન સાથે ચર્ચા કરીને સરકારની કામગીરી વિશે તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...