તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Vapi
  • Vapi વાપી CETPમાં સ્લજને ચુકવવા તૈયાર થયેલા પ્લેટફોર્મથી 2 કરોડની બચત થશે

વાપી CETPમાં સ્લજને ચુકવવા તૈયાર થયેલા પ્લેટફોર્મથી 2 કરોડની બચત થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી ગ્રીન એન્વાયરો કંપની લિ.દ્વારા સીઇટીપીમાં છેલ્લા 20 દિવસથી સ્લજને ચુકવવા માટે પ્લેટફોર્મ બનાવામાં આવી રહ્યું હતું. અંદાજે 9 હજાર ચોરસ મીટરમાં તૈયાર કરાયેલા પ્લેટફોર્મમાં સ્લજના જથ્થાને તડકામાં સુકાવામાં આવશે. અગાઉ 55 કરોડનો પ્રોજેકટ હાથ ધરાવાનો હતો, પરંતુ હાલમાં પ્લેટફોર્મ તૈયાર કરાતાં ગ્રીન એન્વાયરો કંપની લિ.ના ડિરેકટર ચેતન પટેલ ,મગન સાવલિયા,નોમીનેટ ડિરેકટર યોગેશ કાબરિયા અને સીઇટીપીના કર્મચારીઓની હાજરી વચ્ચે પ્લેટફોર્મનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અંગે ડિરેકટર ચેતન પટેલને પુછતાં તેમણે જણાવ્યું હતું કે રોજના 150 ટન સ્લજને ચુકવાથી 40 ટકા વજન ઘટી જવાની સંભાવના રહે છે. વર્ષે 2 કરોડની બચ થશે. ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં ઘટાડો થશે. તથા સોલિડ વેસ્ટ સાઇડમાં સ્ટરોની ક્ષમતા બે ગણી થઇ જશે. જેની સાથે અન્ય પ્રોજેકટો પર કામગીરી ચાલી રહી છે. નવા ડિરેકટરોએ સીઇટીપીમાં કામગીરી શરૂ કરી દીધી છે. ત્યારે આગામી દિવસોમાં મેમ્બરોના હિતમાં નિર્ણયો લેવાશે એવી સંભાવના વર્તાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...