તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘટના છૂપાવવા બદલ વાપીની નાથ કંપની સામે ગુનો નોંધાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપીની નાથ કેમિકલમાં સલ્ફ્યુરિક એસિડથી દાઝી ગયેલા મજૂર કેસમાં કંપની સંચાલકે સમગ્ર ઘટના ફેક્ટરી ઇંસ્પેક્ટરને ન બતાવી મામલો દબાવતા કંપની સામે કારખાના ધારાની કલમ મુજબ ગુનો નોંધાશે.

કપરાડામાં રહેતો વિજય છનજી ગુનગુનિયા 5 ઓગષ્ટના રોજ વાપી જીઆઇડીસી થર્ડ ફેસમાં આવેલી નાથ કેમિકલ કંપનીની અંદર ક્લોરોપ્લાંટમાં કંસ્ટ્રક્શનનો કામ કરી રહ્યો હતો. તે જ સમયે ક્લોરોપ્લાંટની અંદર સલ્ફ્યુરિક એસિડના પંપનું ફાઉંડેશનનું કામ ચાલી રહ્યુ હતું. તે દરમિયાન એસિડનો પાઇપ અચાનક ફાટી જતા મજૂર વિજય શરીર તેમજ મોઢાના ભાગે એસિડની પિચકારીથી ગંભીર રીતે દાઝી ગયો હતો. ઘટના બાદ કંપની મજૂરને હોસ્પિટલે ન લઇ જઇ કોંટ્રાક્ટરને આ અંગે જાણ કરી હતી. સ્થળ ઉપર દોડી આવેલો કોંટ્રાક્ટર દાઝેલા મજૂરને વાપીની હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયો હતો. જ્યાં 7 દિવસના સારવાર બાદ મજૂરને કપરાડામાં છોડી દેવાયો હતો. આ સમગ્ર ઘટના ભાસ્કરમાં પ્રસિદ્ધ થતા સોમવારે વલસાડથી ફેક્ટરી ઇંસ્પેક્ટર કંપનીમાં નિરીક્ષણ કરવા આવ્યા હતા. ફેક્ટરી ઇંસ્પેક્ટર ડી.કે.પટેલે જણાવ્યુ કે, મજૂર વિજય શુક્રવારે વાપીની હોસ્પિટલમાં વધુ સારવાર માટે આવવાનો છે. જેથી તે દિવસે તેનું નિવેદન લઇ કંપની સામે આગળની કાર્યવાહી કરાશે. તેમજ 5 ઓગષ્ટે બનેલી ઘટનાની જાણ કંપનીએ ફેક્ટરી ઇંસ્પેક્ટરને ન કરી સમગ્ર મામલો દબાવતા કંપની વિરૂદ્ધ કારખાના ધારાની કલમ 103 મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...