• Gujarati News
  • સાપ્તાહિકઅખબારના તંત્રી અશોક શાહની માર્ચ 2009માં હત્યા થયા બાદ

સાપ્તાહિકઅખબારના તંત્રી અશોક શાહની માર્ચ 2009માં હત્યા થયા બાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાપ્તાહિકઅખબારના તંત્રી અશોક શાહની માર્ચ 2009માં હત્યા થયા બાદ જિલ્લાના અનેક પોલીસ અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી. આખરે હત્યાના બે વર્ષ પછી વાપી એસઓજીના પીઆઇ ધર્મેન્દ્રસિંહ ચૌહાણને તપાસ આપવામાં આવી હતી. એસઓજીની ટીમે તપાસમાં અશોક શાહની હત્યામાં શકદાર તરીકે હાલમાં સીઆઇડી ક્રાઇમના હાથે ઝડપાયેલ નાસર બામુશાની પૂછપરછ કરી હતી. જિલ્લા પોલીસની એસઓજી ટીમે અશોક શાહના હત્યારા સુધી પહોંચવા માટેની પ્રથમ કડી શોધી કાઢવામાં સફળતા સમયે મેળવી હતી. શકદાર તરીકે વાપી એસઓજીની ટીમે નાસરને બોલાવીને તપાસ પણ કરી હતી. જોકે, બીજી વખત જ્યારે તેમની તપાસ માટે બોલાવ્યો ત્યારે નાસર બામુશાએ તપાસમાં સહકાર આપવાના બદલે એસઓજીના પીઆઇ ડી.એેસ. ચૌહાણ સામે આક્ષેપ મુકતી ફરિયાદ હાઇકોર્ટમાં કરી હતી. હત્યાના અારોપી નાશસ બામુસાએ હ્દયમાં દુ:ખાવાની ફરિયાદ સાથે પોલીસ તપાસના નામે ગોંધી રાખીને ત્રાસ અાપતી હોવાનો આક્ષેપ મુકતી ફરિયાદ હાઇકોર્ટમાં કરાતા ફરી એક વખત કેસ ઢીલો પડી ગયો હતો. જોકે, ત્યારબાદ એસઓજીના પીઆઇ ચૌહાણની બદલી થતાં આખો કેસ અવળે પાટે ચઢી ગયો હતો. આખરે સીઆઇડી ક્રાઇમના હાથે હત્યાનો છેવટનો પ્યાદો કહી શકાય એવો નાસર બામુસાને મંગળવારે રાત્રે ઝડપી લેવાયો હતો.

વાપીનાચણોદ કોલોનીમાંથી પણ બેને ઊંચક્યા? વલસાડનાપત્રકાર અશોક શાહની હત્યાનો કેસ ક્રેક થયા બાદ બુધવારે વાપીમાં અનેક ચર્ચાઓ શરૂ થઇ હતી. વલસાડના ભાગડાવાડાથી એક આરોપીની ધરપકડ કર્યા બાદ વાપીના ચણોદ કોલોની વિસ્તારમાંથી પણ બે આરોપીને સીઆઇડીની ટીમે ઊંચક્યા હોવાની ચર્ચા દિવસભર ચાલતી હતી.

...અનુસંધાનપાના નં.8