તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપીના કરાયા પ્રા.શાળાના બે ઓરડાની છત તૂટી પડી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ.વાપી| તાલુકાના કરાયા ગામની મુખ્ય પ્રા. શાળાના બે ઓરડા શનિવારે સવારે તૂટી પડતાં દોડધામ મચી ગઇ હતી. આ ઘટના સમયે શાળામાં અભ્યાસ કરતાં 239 બાળકો નજીકના ઓરડામાં હોવાથી તમામનો બચાવ થયો હતો. જર્જરિત સ્કુલ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગને જાણ કરાઇ હતી, પરંતુ શિક્ષણ વિભાગે આ પ્રશ્નને ગંભીરતાથી ન લેતા વાલીઓમાં આક્રોશ ફેલાયો છે. પ્રા. શિક્ષણની ઘોર બેદરકારીથી આ ઘટનાને લઈ ગ્રામજનોમાં રોષ છે.

239 બાળકો બીજા ઓરડામાં હોવાથી બચી ગયા
વાપી તાલુકાના કરાયા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ કુલ 1થી 8ના કુલ 239 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પ્રાથમિક શાળાની ખરાબ હાલત અંગે વલસાડ પ્રાથમિક શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓના ભયના ઓથા નીચે અહી અભ્યાસ કરી રહ્યાં છે. ત્યારે શનિવારે સવારે પ્રાથમિક શાળાના 2 ઓરડાની છત તૂટી પડતા દોડધામ મચી ગઇ હતી. ધોરણ 3 અને 4 ના ઓરડાઓની છત તૂટી હતી. છેલ્લા કેટલાક સમયથી બંને ઓરડાઓ જર્જરિત હોવાથી બંધ હાલતમાં હતા. જેની રજુઆત વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિમાં કરાઇ હતી. જો કે બાજુના ઓરડાઓમાં બાળકો અભ્યાસ કરતા હતા. સદનસીબે બાળકોનો બચાવ થયો હતો. આ ઘટનામાં કોઈ મોટી જાનહાની કે ઇજા થઇ ન હતી. છત તૂટી પડતા શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી. ત્યારે વધુ કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે શિક્ષણ વિભાગ તાત્કાલિક ઓરડાનું સમારકામ કરે તે માટેની વાલીઓમાં માગ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...