તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Vapi
  • Vapi વાપી રોફેલ BBA BCAકોલેજના વિદ્યાર્થીઓએ જુડો સ્પર્ધામાં ઝળક્યા

વાપી રોફેલ BBA- BCAકોલેજના વિદ્યાર્થીઓએ જુડો સ્પર્ધામાં ઝળક્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી | વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિર્વસિટી દ્વારા આયોજિત આંતર કોલેજ જુડો ભાઇ બહેનોની સ્પર્ધા 22 સપ્ટેમ્બરે ભગવાન મહાવીર સાયન્સ કોલેજ સુરત ખાતે યોજાઇ હતી. જેમાં રોફેલ બીબીએ, બીસીએ કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દિપક રાય, દિવ્યા તિવારી, અંકિતા અધિકારી, શાબીર મન્સૂરી, બ્યુટી યાદવ, પવન યાદવ, રોશની શર્મા, પ્રશાંત ઝા, બિપાન્સુ દુબે, શોયેબ ખાન, પુનમ યાદવ, મીતીશા હળપતિએ સારૂ પ્રદર્શન કર્યુ હતું. આ તમામ વિદ્યાર્થીઓ વિજેતા બન્યા હતા. આ વિદ્યાર્થીઓએ જુડોમાં સારો દેખાવ કર્યો હતો. કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડો. પ્રિયકાંત વૈદ્ય તથા શારિરીક શિક્ષણના પ્રાધ્યાપક દિલીપ ઘોલપ, રોફેલ ટ્રસ્ટ તથા રોફેલ પરિવાર તરફથી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...