ફોન ચોરનાર વેઇટર રસ્તા પરથી ઝડપાયો

વાપી| ગુંજન ખાતે આવેલ ગિરિરાજ હોટલમાં વેઇટર તરીકે કામ કરતો વસંત વાસુદેવ ગોવિંદ પ્રસાદ ગુરૂવારે રાત્રે સ્ટાફ...

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 04:11 AM
ફોન ચોરનાર વેઇટર રસ્તા પરથી ઝડપાયો
વાપી| ગુંજન ખાતે આવેલ ગિરિરાજ હોટલમાં વેઇટર તરીકે કામ કરતો વસંત વાસુદેવ ગોવિંદ પ્રસાદ ગુરૂવારે રાત્રે સ્ટાફ રૂમમાં અન્ય સ્ટાફના માણસો સાથે સૂતેલો હતો. મળસ્કે 3 વાગે જ્યારે તમામ ઘોર નિદ્રા માં હતા. ત્યારે વસંત તેની બાજુમાં સૂતેલા ઇમામુદ્દીન અંસારીનું સેમસંગ મોબાઇલ કિં.રૂ.7,800ની ચોરી કરી નાસી ગયો હતો. આરોપી હોટલથી દમણ કચીગામ ચારરસ્તા ખાતે ચાલતા ચાલતા તેના ઘરે જઇ રહ્યો હતો. તે દરમિયાન ચલા ગોલ્ડકોઇન સર્કલ પાસે નાઇટ પેટ્રોલિંગ કરતા પોલીસકર્મીઓએ તેની પૂછપરછ કરી હતી. જેમાં વસંતે પોતે મોબાઇલ ચોરીની કબૂલાત કરી હતી.

X
ફોન ચોરનાર વેઇટર રસ્તા પરથી ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App