Divya Bhaskar

Home » Daxin Gujarat » Valsad District » Vapi » વાપી |હિંન્દુશાસ્ત્રમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ છે. ત્યારે આજે શ્રાવણ

વાપી |હિંન્દુશાસ્ત્રમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ છે. ત્યારે આજે શ્રાવણ

Divyabhaskar.com | Updated - Aug 13, 2018, 04:11 AM

વાપી |હિંન્દુશાસ્ત્રમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ છે. ત્યારે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે વાપી,વલસાડ અને...

  • વાપી |હિંન્દુશાસ્ત્રમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ છે. ત્યારે આજે શ્રાવણ
    વાપી |હિંન્દુશાસ્ત્રમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ છે. ત્યારે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે વાપી,વલસાડ અને સંઘપ્રદેશના શિવ મંદિરોમાં વહેલી સવારથી મંદિરોમાં શિવભકતોની ભીડ ઉમટી પડશે.દાંડીવલીના ભાગવત કથાકાર હિમંતભાઇ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે શ્રાવણ મહિના દરેક સોમવારે શિવની પૂજા કરવી જોઈએ. આ દિવસે વ્રત રાખવાથી અને ભગવાન શિવના ધ્યાનથી ખાસ લાભો મેળવી શકાય છે. સોમવારનું વ્રત ભગવાન શિવની પ્રસન્નતા માટે કરવામાં આવે છે. સોમવારના પ્રતિનિધિ ગ્રહ ચંદ્ર છે અને ચંદ્ર મનનું પરિબળ હોય છે. ચંદ્ર માણસના મનને નિયંત્રિત કરે છે. ચંદ્ર ભગવાન શિવના માથા પર બિરાજમાન છે. તેથી, જે શિવ પૂજા કરે છે, શિવ તેમના મન પર નિયંત્રણ કરે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending