બગવાડામાં ટક્કર મારીને ભાગેલા ચાલકને મેથીપાક

મહિલાને ઉડાવી ફરાર થઈ ગયો હતો

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:10 AM
Vapi - બગવાડામાં ટક્કર મારીને ભાગેલા ચાલકને મેથીપાક
વાપીના ટૂંકવાડા ગામે દેસાઇવાડમાં રહેતા અજીત મગનભાઇ દેસાઇ અને તેમનું પરિવાર શુક્રવારે સાંજે ફળિયાના ગણેશ મૂર્તિનું કોલક નદીમાં વિસર્જન કરવા માટે ગયું હતું. બગવાડા ટોલનાકા નજીક સુરત તરફથી પૂર ઝડપે આવી રહેલી એક કારના નંબર જીજે05- જેક્યુ-6522 ચાલકે હાઇવે ક્રોસ કરતી ફરિયાદીની પત્ની ચારૂલતાને ટક્કર મારી દીધી હતી. આ ટક્કરમાં મહિલાને પગ તથા અન્ય ભાગે ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બીજી તરફ અકસ્માત કર્યા બાદ ચાલક કારને લઇને ફરાર થઇ ગયો હતો. જોકે, ઇજાગ્રસ્ત મહિલાના પરિવારને જાણ થઇ હતી કે, ચાલક યાત્રીઓને મુંબઇ એરપોર્ટ ઉપર છોડવા માટે ગયા છે એટલે બગવાડા ટોનાકા ઉપર વોચ ગોઠવી હતી. અકસ્માત કરનારા ...અનુસંધાન પાના નં. 2

X
Vapi - બગવાડામાં ટક્કર મારીને ભાગેલા ચાલકને મેથીપાક
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App