વાપીના હાફમર્ડર કેસમાં 5 જણાએ આગોતરા માંગ્યા

વાપી જીઆઇડીસીમાં ભંગારના વેપારીને માર મારી ફરાર થયેલા 5 આરોપીઓએ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. વાપીના...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:10 AM
Vapi - વાપીના હાફમર્ડર કેસમાં 5 જણાએ આગોતરા માંગ્યા
વાપી જીઆઇડીસીમાં ભંગારના વેપારીને માર મારી ફરાર થયેલા 5 આરોપીઓએ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે.

વાપીના રાતા ગામે ભંગારના વેપારી અબ્દુલ વાહીદને પૈસાની લેતીદેતીમાં અપહરણ કરી માર મારતા પોલીસ ફરિયાદ નોંધાયા બાદ સમાધાન ન કરતા વાપી જીઆઇડીસી 100 શેડ વિસ્તારમાં તેને ઘેરી લોખંડના પાઇપથી ફટકા મારી જીવલેણ હુમલો કરાયો હતો. માર માર્યા બાદ ફરાર આરોપીને પકડવા ઇજાગ્રસ્તના પિતાએ પોલીસને અપીલ કરી હતી. 15 દિવસથી પોલીસથી નાસતા ફરતા આરોપી સલામ, લાલી, બબલુ, સબ્બુ, નફીસે શુક્રવારે વલસાડ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી કરી હતી. આ તમામ આરોપીઓ અગાઉ પણ અનેક ગુનામાં સંડોવાયેલા હોય અને માથાભારે હોવાથી તે અંગે વાપી જીઆઇડીસી પોલીસે કોર્ટને જાણ કરી તમામની અરજી ફગાવી દેવા કોર્ટમાં અપીલ કરી છે.

X
Vapi - વાપીના હાફમર્ડર કેસમાં 5 જણાએ આગોતરા માંગ્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App