• Home
  • Daxin Gujarat
  • Valsad District
  • Vapi
  • Vapi - પડતર પ્રશ્નો મુદ્દે તલાટીઓની રાજય કક્ષાના મંત્રીને રજૂઆત

પડતર પ્રશ્નો મુદ્દે તલાટીઓની રાજય કક્ષાના મંત્રીને રજૂઆત

પોતાની માગ સાથે સરકાર સામે વિરોધ કરી રહ્યાં છે

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:10 AM
Vapi - પડતર પ્રશ્નો મુદ્દે તલાટીઓની રાજય કક્ષાના મંત્રીને રજૂઆત
વલસાડ જિલ્લા તલાટી સંઘના પ્રમુખ અમિત પટેલના માર્ગદર્શન હેઠળ ધરમપુર ખાતે રાજય કક્ષાના મંત્રી રમણલાલ પાટકર સાથે તલાટીઓએ રજૂઆત કરી હતી. લેખિતમાં મંત્રીને આવેદનપત્ર આપી પ્રશ્નો હલ કરવા માગ કરી હતી. આ આવેદવપત્રમાં જણાવ્યું હતું કે તલાટી કમ મંત્રીઓને ઉચ્ચતર પગાર ધોરણમાં અન્યાય દૂર કરવા અને બઢતીની તકો પણ ઓછી રહેતા સર્કલ ઇન્પેકટર (પંચાયત)ની જગ્યા વિસ્તરણ અધિકારી સંર્વગમાં અપગ્રેડ કરવા સરકારે ઠરાવ્યું હોવા છતાં તેની શરતોના કારણે કોઇ નાણાંકીય લાભ થતો નથી. પૂરક કામગીરી તલાટી કમ મંત્રીઓ કરે છે.જેનો બહોળો અનુભવ હોવાથી તલાટીઓને નાયબ ચીટનીશની ભરતી કરવા સરકારમાં વારંવાર રજૂઆતો કરાઇ હતી. સરકાર આ મામલે ગંભીરતા દાખવશે કે કેમ તેના પર સૌની નજર છે.

X
Vapi - પડતર પ્રશ્નો મુદ્દે તલાટીઓની રાજય કક્ષાના મંત્રીને રજૂઆત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App