Home » Daxin Gujarat » Valsad District » Vapi » Vapi - વાપીની મહિલા થાઇરોઇડની દવાના બદલે અનાજમાં નાખવાની ગોળી પીતા હોસ્પિ.માં

વાપીની મહિલા થાઇરોઇડની દવાના બદલે અનાજમાં નાખવાની ગોળી પીતા હોસ્પિ.માં

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 04:10 AM

થાઇરોઇડની દવાની જગ્યાએ ભૂલથી અનાજમાં નાખવાની ગોળી પી લેતા મહિલા બેભાન થતાં વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી....

  • Vapi - વાપીની મહિલા થાઇરોઇડની દવાના બદલે અનાજમાં નાખવાની ગોળી પીતા હોસ્પિ.માં
    થાઇરોઇડની દવાની જગ્યાએ ભૂલથી અનાજમાં નાખવાની ગોળી પી લેતા મહિલા બેભાન થતાં વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

    વાપી ટાઉન આસોપાલવ વિસ્તારમાં આવેલ દૃષ્ટી બિલ્ડિંગમાં રહેતા હંસાબેન નાનુભાઇ પટેલ ઉ.વ.48ને તકલીફ હોવાથી તેઓ રોજ થાઇરોઇડ ની ગોળી લે છે. રાબેતા મુજબ શનિવારે સવારે તેઓ થાઇરોઇડ ની ગોળીની બાજુમાં મુકેલા અનાજમાં નાખવાની ગોળી લઇ લેતા બેભાન થઇ ગયા હતા. જેથી પરિવારજનો તેમને તાત્કાલિક સારવાર માટે વાપીની જીવનદીપ હોસ્પિટલમાં લઇ ગયા હતા. હોસ્પિટલે આ અંગે વાપી ટાઉન પોલીસ મથકને જાણ કરતા એએસઆઇ ધર્મેશ સતીષ હોસ્પિટલે પહોંચ્યા હતા. હંસાબેન હાલ ભાનમાં છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ