ગ્રીન એન્વાયરોની ચૂંટણી સુધી VIA પ્રમુખ કોઇ જાહેરાત ન કરે

વાપી ગ્રીન એન્વાયરોના બે મેમ્બરોએ રજૂઆત કરી હતી

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:10 AM
Vapi - ગ્રીન એન્વાયરોની ચૂંટણી સુધી VIA પ્રમુખ કોઇ જાહેરાત ન કરે
વાપી ગ્રીન એન્વાયરો કંપની લિ.ના ચાર ડિરેકટરોની 29 સપ્ટેમ્બરે યોજાનાર ચૂંટણી પૂર્વે બે મેમ્બરોએ વીઆઇએ પ્રમુખને લેખિત રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું હતું કે જયાં સુધી ગ્રીન એન્વાયરોની ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી વીઆઇએ પ્રમુખે કોઇ જાહેરાત કરવી જોઇએ નહીં. જાહેરાત કરશે તો પક્ષપાતી વલણ ગણાશે. પસંદગીના સભ્યોને ટીમ વીઆઇએ ગણવામાં આવે ...અનુસંધાન પાના નં. 2

પહેલા ફોર્મોની ચકાસણી પછી ફોર્મ પરત ખેંચો

વાપી ગ્રીન એન્વાયરોના ડિરેકટર અને ફરી ઉમેદવારી નોંધવનાર મહેશભાઇ પંડયાએ ગ્રીન એન્વાયરોની સીઇઓે અને કંપની સેક્રેટરીને રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે ચૂંટણીમાં હમેંશા પહેલા ફોર્મોની ચકાસણી થાય છે અને પછી ઉમેદવારીપત્ર ખેંચવામાં આવે છે. આ પ્રક્રિયા મુજબ કાર્યવાહી થવી જોઇએ. પહેલા ફોર્મ ખેંચવાની પ્રક્રિયા કરવામાં આવશે તો કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ પડશે. વીઆઇએના માજી પ્રમુખોએ પણ સીઇઓને આ મામલે રજૂઅાત કરી હતી.

X
Vapi - ગ્રીન એન્વાયરોની ચૂંટણી સુધી VIA પ્રમુખ કોઇ જાહેરાત ન કરે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App