વાપી પાલિકા અને ભાજપ સંગઠન દ્વારા સરિતાને ચેક અપાયો

વાપી ઃ વાપી પાલિકા દ્વારા દોડમાં ભારતનું નામ રોશન કરનાર સરિતા ગાયકવાડનું શુક્રવારે ધરમપુરમાં સન્માન કરાયું...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:10 AM
Vapi - વાપી પાલિકા અને ભાજપ સંગઠન દ્વારા સરિતાને ચેક અપાયો
વાપી ઃ વાપી પાલિકા દ્વારા દોડમાં ભારતનું નામ રોશન કરનાર સરિતા ગાયકવાડનું શુક્રવારે ધરમપુરમાં સન્માન કરાયું હતું. રૂ.50 હજારનો ચેક સરિતાને પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇની હાજરીમાં પાલિકાના પદાધિકારીઓએ એનાયત કર્યોહતો. આ પ્રસંગે વાપી પાલિકા પ્રમુખ ટીનાબેન હળપતિ, ઉપપ્રમુખ વિઠ્ઠલ પટેલ, વાપી શહેર ભાજપ પ્રમુખ મિતેશ દેસાઇ હાજર રહ્યાં હતાં. વલસાડ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા પણ સરિતાને ચેક અપાયો હતો. પારડી ધારાસભ્ય પ્રમુખ કનુભાઇ દેસાઇ, ધારાસભ્ય વિવેક પટેલ, મહામંત્રી મહેન્દ્ર ચૌધરી હાજર રહ્યાં હતાં.

X
Vapi - વાપી પાલિકા અને ભાજપ સંગઠન દ્વારા સરિતાને ચેક અપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App