નવસારી જિલ્લામાં ડેંગ્યુના 21 કેસ, 137 શંકાસ્પદ

સૌથી વધુ જલાલપોર તાલુકામાં 11 અને પછી નવસારીમાં 6 કેસ પોઝિટિવ

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:06 AM
Vapi - નવસારી જિલ્લામાં ડેંગ્યુના 21 કેસ, 137 શંકાસ્પદ
નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ડેંગ્યુનો વાવર ફેલાયો છે. જેને લઈ આરોગ્યતંત્ર દોડતુ થઈ ગયું છે. જિલ્લામાં કુલ 21 ડેગ્યુના કેસ નોંધાયા છે. જ્યારે 137 શંકાસ્પદ હોવાની માહિતી સાંપડી છે.

નવસારીમાં છેલ્લા કેટલાક સમયથી એકલદોકલ ડેંગ્યુના કેસ દેખાયા હતા પરંતુ તંત્રએ તે બાબતે ગંભીરતાથી નહીં લેતા આખરે જિલ્લામાં આ ડેંગ્યુનો આંકડો હવે 21 ઉપર પહોંચી ગયો છે. જેમાં ઘણાંને સારવાર આપવામાં આવી છે. જ્યારે કેટલાક વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જિલ્લામાં સૌથી વધુ ડેંગ્યુનો ફેલાવો જલાલપોર તાલુકામાં અને તેમાંય વિજલપોર શહેરમાં જોવા મળ્યો છે. આ વિસ્તારમાં કુલ 11 કેસ નોંધાયા છે જે જિલ્લામાં સૌથી વધુ છે. આ ઉપરાંત નવસારી શહેરમાં કુલ 6 જેટલા કેસ નોંધાયા છે. જ્યારે ચીખલીમાં 2, ખેરગામ અને વાંસદામાં 1-1 કેસ નોંધાયો છે. ડેંગ્યુને નાથવા જિલ્લા આરોગ્યતંત્ર હરકતમાં આવ્યું છે અને ટીમો બનાવી અભિયાન છેડ્યું છે પરંતુ ડેંગ્યુને રોકવુ એ માટે પણ તંત્ર માટે માથાનો દુ:ખાવો બન્યો છે. અગાઉ વિજલપોર વિસ્તારમાં ડેંગ્યુના કેસ દેખાયા બાદ વિજલપોર પાલિકા દ્વારા કાર્યવાહી કરાઈ હતી છતાં પણ તે આગળ વધી ચૂક્યો છે એ જોતા તંત્ર નિષ્ફળ ગયાનું જણાય રહ્યું છે. વલસાડ જિલ્લામાં પણ ખાસ કરીને વાપી વિસ્તારમાં શંકાસ્પદ ડેન્ગ્યુના અનેક કેસો સામે આવી રહ્યા છે. જેના રિપોર્ટ આવતા ઘણુ મોડુ થાય છે.

X
Vapi - નવસારી જિલ્લામાં ડેંગ્યુના 21 કેસ, 137 શંકાસ્પદ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App