‘ખડખડાટ હાસ્ય ધ્યાનનું પ્રવેશદ્વાર છે’

ભાસ્કર િવશેષ હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડે પારડીની મુલાકાત લઇ હાસ્ય અંગે પોતાના અનુભવો રજૂ કર્યા

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:06 AM
Vapi - ‘ખડખડાટ હાસ્ય ધ્યાનનું પ્રવેશદ્વાર છે’
આજના યુગમાં આખો પરિવાર એક સાથે બેસીને માણી શકે તેવું હાસ્ય રજુ કરવાનું હોય છે. હાસ્ય સ્તર કદી પણ નીચુ ઉતરવું જોઇએ નહી. લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકારોએ મર્યાદાનો સ્તર ઉંચુ રાખવું જ જોઇએ. ખડખડાટ હાસ્ય ધ્યાનનું પ્રવેશદ્વાર છે. પોતાની લાયકાત ન હોવા છતાં ઉપદેશો આપવામાં આવતા હોય છે, પરંતુ લાયકાત વગર ઉપદેશો આપવા જોઇએ નહીં. આ શબ્દો શુક્રવારે રાત્રે પારડીની મુલાકાત દરમિયાન જાણીતા હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડે કહ્યા હતાં. તેમણે હાસ્ય અંગેના પોતાના અનુભવો રજુ કર્યા હતાં.

પારડી માનવ સેવા કેન્દ્રના ટ્રસ્ટી અને તબીબ ડો.એમ.એમ.કુરેશીના નિવાસ્થાને શુક્રવારે જાણીતા હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ આવી પહોંચ્યા હતાં. સાપુતારા ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાજરી અાપવા આવેલાં હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડે દિવ્ય ભાસ્કર સાથેની વાત-ચીતમાં જણાવ્યું હતું કે કરુણતાની ચરમસીમામાંથી હાસ્ય સર્જાય છે. દુ:ખ, વ્યથા, દર્દ, સંતાપ, રુદન કર્યા પછી કલાકાર જે નિરુપણ કરે તેનાથી હાસ્યનું સર્જન થાય છે. જીવનમાં ઘાત, આઘાત, સંઘર્ષ, દુ:ખ, વ્યથા વેઠી તેનો પ્રતિભાવ હાસ્યમાં વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે માણસ પ્રકૃતિથી દુુર એટલો દુ:ખી છે. કક્ષાથી નીચેનું હાસ્ય પીરસવું જોઇએ નહી. કારણ કે આ કાર્યક્રમો આખો પરિવાર સાથે બેસીને જોતો હોય છે. અત્યાર સુધીમાં 50 જેટલા હાસ્ય કલાકારો તૈયાર કર્યા છે.

33 વર્ષ પછી મિત્રો એક સાથે ભેગા મળશે

જાણીતા હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડની મુલાકાત અંગે પારડીના ડો.એમ.એમ.કુરેશીએ જણાવ્યું હતું કે 33 વર્ષ પહેલા ભેગા મળીને અભ્યાસ કરતાં મિત્રો એક સાથે ભેગા થવાના છે. 15 અને 16 સપ્ટેમ્બરે સાપુતારા ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શાહબુદ્દીનભાઇ પોતાનો કાર્યક્રમ રજુ કરશે. આ કાર્યક્રમ પૂર્વે તેમણે પારડીની મુલાકાત લીધી છે. લાંબા સમય બાદ જુના સાથીઓ ફરી મળવાનો આનંદ છે.

X
Vapi - ‘ખડખડાટ હાસ્ય ધ્યાનનું પ્રવેશદ્વાર છે’
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App