• Home
  • Daxin Gujarat
  • Valsad District
  • Vapi
  • Vapi - વાપીથી સુરત આવતા 4 યુવકોએ પોલીસનું ઓળખપત્ર માગતા તેમને નગ્ન કરી ફટકાર્યા

વાપીથી સુરત આવતા 4 યુવકોએ પોલીસનું ઓળખપત્ર માગતા તેમને નગ્ન કરી ફટકાર્યા

પોલીસનો નફ્ફટાઈભર્યો બચાવ- યુવકો પીધેલા હતા અને તેમણે જાતે જ કપડાં કાઢી નાખ્યાં

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:06 AM
Vapi - વાપીથી સુરત આવતા 4 યુવકોએ પોલીસનું ઓળખપત્ર માગતા તેમને નગ્ન કરી ફટકાર્યા

સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા એક બિલ્ડર સહિત ચાર મિત્રો વાપીથી સુરત પરત ફરી રહ્યા હતા ત્યારે તા. 12મીએ બોરિયાચ ટોલ નાકા પાસે એક સિવિલ ડ્રેસમાં વ્યક્તિએ આ ચારેયની કાર અટકાવી હતી. ગાડીના કાગળિયા માગ્યા. સામા પક્ષે ચારેયને શંકા ગઈ કે આ ખરેખર પોલીસ નથી પણ નકલી પોલીસ છે. જેથી પોલીસ કર્મચારી પાસે ઓળખપત્ર માગ્યું. બસ આટલી ભૂલ ચારેયને નડી. પોલીસે નગ્ન કરી ઢોરમાર માર્યો હતો. ચારેયને જ્યારે પોલીસે કોર્ટમાં રજૂ કર્યા ત્યારે ઈજા જોઈને મહિલા જજે પૂછ્યું કે, આ ઈજા કેવી રીતે થઈω જેના પ્રત્યુત્તરમાં ચારેય યુવાનોએ પોલીસની હેવાનિયતની કેફિયત રજૂ કરી હતી. જજે ચારેયની અલગ અલગ ફરિયાદ નોંધી હતી અને ચારેયને ...અનુસંધાન પાના નં. 11

સારવાર માટે સિવિલ હોસ્પિટલે મોકલ્યા હતા.

નવસારીમાંથી પસાર થતા ને.હા. નં. 48 ઉપર બોરિયાચ ટોલનાકા પાસેથી પસાર થતી વખતે પોલીસ જવાન સાથે માથાકૂટ કરી ઈજા પહોંચાડનારા સુરતના ચાર યુવાનો સામે ગ્રામીણ પોલીસે કાર્યવાહી કરી હતી. જેમાં ચાર આરોપીઓ પૈકી ત્રણને પોલીસ કસ્ટડીમાં નગ્ન હાલતમાં રખાયાનો વીડિયો વાઇરલ થતાં ચકચાર મચી ગઈ છે. જોકે, પોલીસે વાઇરલ થયેલા વીડિયો અંગે અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હોવાની વિગત સાંપડી છે.

નેશનલ હાઈવે નં. 48 ઉપર બોરિયાચ ટોલનાકા પર ફરજ બજાવતો કોન્સ્ટેબલ રાજુ પ્રોહિબિશન વોચ પર હતો. એ દરમિયાન એક કાર (નં. જીજે-5-આરબી-9975)ના ચાલકે કાર પૂરપાટ ઝડપે હંકારી લાવી બાઇકની લાઇનમાં કાર ઊભી રાખી દીધી હતી. જેથી કોન્સ્ટેબલ રાજુએ કાર પાસે પહોંચી કાર આગળ લઈ જવાનું જણાવ્યું હતું અને કાર અથડાઈ જાય તેવી સંભાવના વ્યક્ત કરી કારની લાઇનમાં જ કાર રાખવા તાકીદ કરી હતી. એ વખતે કારમાં બેઠેલા કારચાલકે ઉશ્કેરાઈ જઈ ‘તું કોણ છે ω’ તેવું પૂછતાં કોન્સ્ટેબલ રાજુએ પોલીસ હોવાની પોતાની ઓળખ આપી હતી. એ વખતે કારની પાછળ બેઠેલા એક યુવાને ગાળાગાળી કરી કોન્સ્ટેબલને મોઢાના ભાગે ઝાપટ મારી ઈજા પહોંચાડી હતી. દરમિયાન ટોલનાકા ઉપર માણસો ભેગા થઈ જતાં વધુ મારમાંથી તેમણે કોન્સ્ટેબલને બચાવી લીધો હતો. એ દરમિયાન પોલીસ પીસીઆર વાનમાં કારમાં બેઠેલા દિનેશ રાજપૂત, વિશાલ ખૈરનાર, રાહુલ બાલેરાવ તથા સમાદાન રાજપૂત (સુરત)ની અટક કરી ગ્રામ્ય પોલીસ મથકે લઈ ગયા હતા. જ્યાં તેઓ નશો કરેલી હાલતમાં જણાતાં તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, એ પછી પોલીસ લોકઅપમાં ચાર પૈકી ત્રણ આરોપીને નગ્ન હાલતમાં હોવાનો વીડિયો વાઇરલ થતાં ભારે ચકચાર મચી ગઈ છે. આ નગ્ન વીડિયો વાઇરલ થયા બાદ પોલીસે પણ આ સમગ્ર ઘટનાને જાણવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે. જોકે, વીડિયો વાઇરલ થતાં પોલીસ પણ આવું કૃત્ય કરી શકે ખરી ω આવા સવાલો પણ આ ઊભા થયા છે.

ડીવાય એસપીને તપાસ સોંપાઈ

વીડિયો વાઇરલ થયાની વાત હકીકત છે. એ સુરતથી વીડિયો વાઇરલ થયો છે. જોકે, સમગ્ર ઘટનાક્રમ અંગે ડીવાય એસપી એ.એમ. દેસાઈને તપાસ આપવામાં આવી છે. એટલે ટૂંકા ગાળામાં જ બોરિયાચ ટોલનાકાથી લઈ વીડિયો વાઇરલ થયો ત્યાં સુધીની ઘટના અંગે તેની હકીકત સામે આવી જશે. જો જે જગ્યાએ ખોટું થયું હશે તો તે પ્રમાણે કાર્યવાહી કરાશે જ. એમાં બેમત નથી. સામે પક્ષે પણ કોર્ટ ફરિયાદ કર્યાની વિગત સાંપડી છે. જોકે, તે અંગે હજી જાણકારી મળી નથી.

-એસ.જી. રાણા, ડીવાય એસપી, નવસારી

...................

માનવ અધિકારનું ઉલ્લંઘન

જો આરોપીને નગ્ન કરવામાં આવે કે જાહેરમાં માર મારવામાં આવે તો તે માનવ અધિકારનું ઉલ્લંઘન છે. પોલીસ રિમાન્ડ દરમિયાન પણ આમ તો આરોપીને મારી ન શકે. છતાં જો આવી ઘટના બની હોય તો પોલીસ સામે કોર્ટમાં ફરિયાદ થઈ શકે.

અશ્વિન જોગડિયા, એડવોકેટ

ફર્સ્ટ પર્સન

અમે ચારેય મિત્રો કારમાં હતા તે વખતે સિવિલ ડ્રેસમાં આવેલી એક વ્યક્તિએ કાર અટકાવી હતી. પગમાં બૂટના બદલે સેન્ડલ પહેર્યા હતા વળી, દાઢી પણ થોડી વધેલી હતી. જેથી અમને શંકા ગઈ કે આ નકલી પોલીસ છે.પરિણામે તેમની પાસે ઓળખપત્ર માગ્યું. એ સાથે જ એ વ્યક્તિએ મને કારમાંથી નીચે ઉતારી તમાચા ચોડી દીધા. ત્યાર બાદ ફોન કરી અન્ય પોલીસને બોલાવ્યા. જે તમામ એટલે કે કુલ પાંચ વ્યક્તિ હતા જે તમામ સિવિલ ડ્રેસમાં જ હતા. અમને ટોલનાકાથી એકાદ કિમી દૂર લઈ જઈ પાછો માર માર્યો હતો. ત્યાંથી નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશન પર લઈ ગયા. જ્યાં અઢી કલાક સુધી નગ્નાવસ્થામાં બેસાડી માર માર્યો. અમારી સામે દારૂ પીવાનો, દારૂ પીને કાર ચલાવવાનો અને પોલીસ પર હુમલો કરવાનો ખોટો ગુનો નોંધી અમને કોર્ટમાં રજૂ કર્યાં. જ્યાં જજ સમક્ષ અમે પોલીસે ખોટી રીતે માર મારી ગોંધી રાખ્યાની રજૂઆત કરી હતી. જેની જજે નોંધ કરી હતી.’ દિનેશ રાજપૂત, બિલ્ડર, સુરત

તમામ પાંચ પોલીસ જવાનો સિવિલ ડ્રેસમાં જ હતા

X
Vapi - વાપીથી સુરત આવતા 4 યુવકોએ પોલીસનું ઓળખપત્ર માગતા તેમને નગ્ન કરી ફટકાર્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App