3 વાર પાસામાં જઈ ચૂકેલો રીઢો બુટલેગર ઝડપાયો

અગાઉ દારૂના 50 ગુનામાં પકડાયેલો છે

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:06 AM
Vapi - 3 વાર પાસામાં જઈ ચૂકેલો રીઢો બુટલેગર ઝડપાયો
છેલ્લાં છ વર્ષથી દારૂનો ધંધો કરનારા, અત્યાર સુધીમાં સુરત, કામરેજ, કડોદરા, પલસાણા, વાપી, વલસાડ પોલીસના હાથે 50 ગુનામાં પકડાઈ ચૂકેલા તેમજ ત્રણ વખત પાસામાં જઈ ચૂકેલા રીઢા બુટલેગર ઇશ્વર રમેશ વાસફોડા (ઉ.વ.28, રહે: ભૂરી ફળિયું, અંત્રોલી ગામ, તા. પલસાણા)ને ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે નિયોલ ચેકપોસ્ટથી મોહિણી ગામ તરફ જતાં રેલવે ફાટક પાસેથી પકડી પાડ્યો હતો. ગત્ 19-7-2018ના રોજ ક્રાઇમ બ્રાંચની ટીમે રૂ. 2,95,200ની કિંમતના દારૂ સાથે સંજય ઉર્ફે બટકો રાજુ મકવાણા અને સાગર દિનેશ પાનસુરિયાને પકડી પાડ્યા હતા. એ ગુનામાં ઇશ્વર વાસફોડા નાસતો ફરતો હતો. જેને ક્રાઇમ બ્રાંચના પોસઈ એમ.એસ. ત્રિવેદી અને તેમની ટીમે પકડી પાડ્યો હતો. તેની પાસેથી રૂ. 2,40,750 રોકડા, રૂ. 12 લાખની કિંમતની બ્રેઝા કાર, રૂ. 50,500ની કિંમતના બે મોબાઇલ મળી કુલ રૂ. 14,91,250મી મતા કબજે કરી હતી.

X
Vapi - 3 વાર પાસામાં જઈ ચૂકેલો રીઢો બુટલેગર ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App