તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Vapi
  • Vapi પારડી તા. પંચાયતની સોનવાડા બેઠક પર 76.75 ટકા જંગી મતદાન થયું

પારડી તા. પંચાયતની સોનવાડા બેઠક પર 76.75 ટકા જંગી મતદાન થયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડી તાલુકા પંચાયતની સોનવાડા બેઠકના કોંગ્રેસના ઉમેદવારના નિધનના પગલે રવિવારે ખાલ પડેલી બેઠક પર ચૂંટણી યોજાઇ હતી.વહેલી સવારથી જ મતદાન કેન્દ્ર મતદારો ઉમટી પડયા હતાં. ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ દિવસભર દોડધામ કરી હતી. સાંજ સુધીમાં કુલ 76.75 ટકા મતદાન નોંધાયું હતું.

પારડી તાલુકા પંચાયતની સોનવાડા બેઠકની પેટા ચૂંટણી રવિવારે યોજાઇ હતી. સવારથી સોનવાડા બેઠકમાં સમાવિષ્ટ નિમખલ,સોનવાડા,આસ્મા, વરઇ ગામોના મતદારો મતદાન કેન્દ્ર પર આવી પહોંચ્યા હતાં. સવારે મતદાન બુથો પર મતદારોની ભારે ભીડ જોવા મળી હતી. પારડી ધારાસભ્ય અને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઇ દેસાઇ ,માજી પ્રમુખ ઠાકોરભાઇ પટેલ, ગોવિંદભાઇ પટેલ સહિતના ભાજપના નેતાઓએ ભાજપના ઉમેદવારને જીતાડવા પ્રયાસ કર્યો હતો. જયારે પારડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મેહુલ વશી, વલસાડ જિલ્લા પંચાયતના સભ્ય શિવાજી પટેલ,માજી તાલુકા પંચાયત ઉપપ્રમુખ સતિષ પટેલે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા પ્રયાસો કર્યા હતાં. રવિવારે કુલ 6049માંથી 4733 મતદારોએ મતદાન કરતાં 76.75 ટકા મતદાન થયું હતું. મતદાન બાદ ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ જીતના દાવાઓ કર્યા હતાં. હવે 9 ઓકટોમ્બરે પારડી મામલતદાર કચેરીમાં મતગણતરી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...