તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Vapi
  • Vapi વાપી દમણ બ્રિજ પર પોલીસે ટ્રાફિકજામ તો કર્યો પણ બુટલેગરો પાળી કૂદીને ભાગ્યા

વાપી-દમણ બ્રિજ પર પોલીસે ટ્રાફિકજામ તો કર્યો પણ બુટલેગરો પાળી કૂદીને ભાગ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોપરલી ચાર રસ્તા ઉપર બાતમી વાળી કાર દમણ તરફથી આવતા પોલીસને જોઈને ચાલક અને ક્લીનર ગાડી છોડીને ફરાર થઇ ગયા હતા.

એલસીબી રવિવારે પેટ્રોલીંગમાં હતી. ત્યારે બાતમીના આધારે બપોરે વાપી કોપરલી નાકા ઉપર વોચ ગોઠવતા બાતમીવાળી હ્યુન્ડાઇ એસેન્ટ કાર નં. જીજે-15-સીબી-6374 દમણ તરફથી આવતા જોઇ બ્રીજના પુર્વ તરફના છેડે ટ્રાફિક જામ કરી દેવાયો હતો. ટ્રાફિકમાં ફસાયેલા કારચાલક અને ક્લીનર પોલીસને નજીકમાં આવતા જોઇ ગાડી છોડીને બ્રીજની પાળી કુદીને આનંદનગર તરફ નાસી ગયા હતા. કારની ચકાસણી કરતા ડિકી અને સીટ નીચેથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારની કિંમત 4 લાખ અને દારૂની બોટલ નંગ-312 કિં. રૂ. 84,000 મળી કુલ રૂ.4.84 લાખનો મુદ્દામાલ કબજે કરી ફરાર બંને આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ટ્રાફિક થતા જ બુટલેગરો સાવધાન થઇ જાય છે
વાપી રેલવે ઓવરબ્રીજથી બુટલેગરો દારૂ ભરેલી ગાડી છોડીને ભાગી ગયા હોવાનો બનાવ સૌથી વધારે બની રહ્યો છે. બે મહિના અગાઉ આ જ બ્રીજ પર ગાડી છોડીને અંધારાનો લાભ લઇ એક મહિલા સહિત ત્રણ બુટલેગરો ગાડી છોડીને ભાગવામાં સફળ થયા હતા. જ્યારે દારૂની ગાડી અટકાવાતા ટાઉન પીએસઆઇને કચડીને મારી નાખવાનો પ્રયાસ પણ અહીં જ કરાયો હતો. બ્રીજ પર ટ્રાફિક જામ થતા જ બુટલેગરો સાવધાન થઇ જતા હોય છે. અને પોલીસને આખરે નિષ્ફળતા સાપડે છે.કોપરલી ચાર રસ્તા ઉપર બાતમી વાળી કાર દમણ તરફથી આવતા પોલીસને જોઈને ચાલક અને ક્લીનર ગાડી છોડીને ફરાર થઇ ગયા હતા.

એલસીબી રવિવારે પેટ્રોલીંગમાં હતી. ત્યારે બાતમીના આધારે બપોરે વાપી કોપરલી નાકા ઉપર વોચ ગોઠવતા બાતમીવાળી હ્યુન્ડાઇ એસેન્ટ કાર નં. જીજે-15-સીબી-6374 દમણ તરફથી આવતા જોઇ બ્રીજના પુર્વ તરફના છેડે ટ્રાફિક જામ કરી દેવાયો હતો. ટ્રાફિકમાં ફસાયેલા કારચાલક અને ક્લીનર પોલીસને નજીકમાં આવતા જોઇ ગાડી છોડીને બ્રીજની પાળી કુદીને આનંદનગર તરફ નાસી ગયા હતા. કારની ચકાસણી કરતા ડિકી અને સીટ નીચેથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારની કિંમત 4 લાખ અને દારૂની બોટલ નંગ-312 કિં. રૂ. 84,000 મળી કુલ રૂ.4.84 લાખનો મુદ્દામાલ કબજે કરી ફરાર બંને આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...